…તો આ કારણે કૃષ્ણા અભિષેકે Kapil Sharma Show છોડવાનો લીધો નિર્ણય

ફિલ્મી ફંડા

કોમેડિયન કપિલ શર્મા તેના શોની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. ફેન્સ કપિલના શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કપિલ શર્મા તેના આગવા અંદાજમાં દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે, પણ ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. આ શોના મુખ્ય પાત્ર કૃષ્ણા અભિષેક નવી સિઝનમાં જોવા નહીં મળે. આ શોમાં કૃષ્ણા ઘણા પાત્રોમાં જોવા મળ્યો હતો. ક્યારેક તે સપના બની જતો હતો તો ક્યારેક ધર્મેન્દ્ર. તેણે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.  કૃષ્ણા અભિષેકે હવે શો છોડવાનો નિર્ણય લીધો છે.  કૃષ્ણાના શો છોડવા પાછળનું કારણ સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર કૃષ્ણાએ કોન્ટ્રાક્ટના મુદ્દે આ શો છોડવાનો નિર્ણય લીધો છે. કૃષ્ણાને તેને મળતા મહેનતાણા સામે પણ વાંધો હતો. આ અંગે કોઇ સમાધાન સાંધી શકાયું નહોતું, તેથી કૃષ્ણાએ આ શો છોડવાનો નિર્ણય કર્યો છે.
કપિલ શર્મા શોની નવી સીઝનમાં કયા કલાકારો જોવા મળશે તેની માહિતી હાલમાં આપવામાં આવી નથી. તેથી ચાહકોએ કપિલ શર્માના શોને લઈને નવી જાહેરાતની રાહ જોવી પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.