ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીના ઘરેથી આવ્યા સારા સમાચાર, પત્નીએ પુત્રને જન્મ આપ્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી અને લખનઊ સુપર જાયન્ટ્સના વાઇસ કેપ્ટન કૃણાલ પંડ્યા પિતા બની ગયા છે. કૃણાલે રવિવારે બપોરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે અને ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. તેમની પત્ની પંખુરીએ એક પુત્રને જન્મ આપ્યો છે, બંનેએ તેમના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. કૃણાલ અને પંખુરીને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે.
કૃણાલે તેની પત્ની પંખુરી અને પુત્ર સાથે એક તસવીર શેર કરી છે. તેમના પુત્રનું નામ પણ જણાવ્યું, બંનેએ તેમના પુત્રનું નામ કવીર કૃણાલ પંડ્યા રાખ્યું છે.

“>
કૃણાલ પંડ્યાની પોસ્ટ બાદ લોકો તેમના પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. ભાઇ હાર્દિક પંડ્યાએ પણ ભાઇ-ભાભીને અભિનંદન આપ્યા છે. કે. એલ રાહુલે પણ તેમને અભિનંદન આપ્યા છે. ભાઇ હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ હાર્ટની ઇમોજી સાથે કમેન્ટ કરી છે. જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકાએ પણ કૃણાલ-પંખુરીને વધાઇ આપી છે.
31 વર્ષના કૃણાલ પંડ્યાએ ટીમ ઇન્ડિયા માટે પાંચ વન-ડે રમ્યા છે, જેમાં એમણે 130 રન કર્યા છે અને બે વિકેટ લીધી છે. અને 19 ટી-20 મેચમાં 124 રન અને 15 વિકેટ લીધી છે. આઇપીએલમાં તેમણે 98 મેચમાં 1326 રન નોંધાવ્યા છે અને 61 વિકેટ લીધી છે. કૃણાલ પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો અને હવે તે લખનૌ સુપર જાયન્ટ્સનો વાઇસ-કેપ્ટન છે. કૃણાલ અને પંખુરીએ 2017માં લગ્ન કર્યા હતા. પંખુરી ઇન્સ્ટાગ્રામ પર ઘણી પોપ્યુલર છે. એ ડાન્સ-રીલ બનાવીને પોસ્ટ કરતી હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.