Homeફિલ્મી ફંડાKRKએ 'દ્રશ્યમ 2'ને લઈને અજય દેવગન પર કર્યો કટાક્ષ, કહ્યું- પાન મસાલાનું...

KRKએ ‘દ્રશ્યમ 2’ને લઈને અજય દેવગન પર કર્યો કટાક્ષ, કહ્યું- પાન મસાલાનું પ્રમોશન…

‘દ્રશ્યમ 2’ 18મી નવેમ્બરના રોજ દેશભરના સિનેમા હોલમાં રિલીઝ થઈ છે અને તે ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. તે જ સમયે KRK પણ એક પછી એક ટ્વિટ દ્વારા અજય દેવગનની આ ફિલ્મ પર પ્રતિક્રિયા આપી રહ્યો છે. હવે ફરી એકવાર તેણે અભિનેતા માટે કટાક્ષભર્યા શબ્દો ટ્વીટ કર્યા છે.

કમાલ આર ખાન ક્યારેય બોલીવૂડ સ્ટાર્સ પર નિશાન સાધવાની તક ગુમાવતા નથી. ભાગ્યે જ કોઈ બોલિવૂડ સ્ટાર કે તેની ફિલ્મો હશે, જેના પર કમાલ આર ખાને કટાક્ષ ન કર્યો હોય. હાલમાં ‘દ્રશ્યમ 2’ ટ્રેન્ડમાં છે, તેથી કમાલ આર ખાન આ ફિલ્મને લઈને એક પછી એક પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. હવે KRKએ ‘દ્રશ્યમ 2’ના કલેક્શન પછી લોકોને અજય દેવગનની પાન મસાલાની જાહેરાત યાદ અપાવવાનો પ્રયાસ કર્યો છે.
કમાલ આર ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યું- “મારા માટે અજય દેવગન બોલીવૂડનો બીજો સૌથી મોટો સુપરસ્ટાર છે, જો તે ‘દ્રશ્યમ 2’ જેવી ડ્રાય ફિલ્મથી લોકોને થિયેટરોમાં ખેંચી શકે છે. તે પાન મસાલાને પણ પ્રમોટ કરી રહ્યો છે. એટલે કે બૉયકોટ બોલીવૂડ એ પણ માત્ર એક ડ્રામા છે અને આવા ડ્રામા અજય દેવગનને રોકી નહીં શકે. આ સાથે KRKએ લખ્યું- “કાર્તિક આર્યન હજુ પણ નંબર 1 સુપરસ્ટાર છે.” જોકે કમાલ આર ખાનનું આ નિવેદન લોકોને પસંદ નથી આવી રહ્યું અને યુઝર્સ તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular