Homeઆમચી મુંબઈછત્રપતિ શિવાજી મહારાજ વિશે કોશ્યારીની ટિપ્પણી અપરાધ નથી: હાઈ કોર્ટ

છત્રપતિ શિવાજી મહારાજ વિશે કોશ્યારીની ટિપ્પણી અપરાધ નથી: હાઈ કોર્ટ

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને ભારતીય જનતા પક્ષના સંસદ સભ્ય સુધાંશુ ત્રિવેદીએ છત્રપતિ શિવાજી મહારાજ અને અન્ય વિભૂતિઓ વિશે કરેલા વિધાન પ્રથમ દૃષ્ટિએ જોતા એની સામે કોઈ પણ ક્રિમિનલ કાયદા હેઠળ ગુનો નોંધી શકાય એમ નથી એમ જણાવી બોમ્બે હાઈ કોર્ટે બંને સામે પગલાં લેવાની અરજી ફગાવી દીધી હતી.
હાઈ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે એ બંને જણાના મહાન વ્યક્તિઓ અંગે કરેલા વિધાનો તેમની સમજ અને અભિપ્રાય વ્યક્ત કરનારા છે અને તેમનો હેતુ જનતાને સમજાવવાનો છે અને સમાજના હિતમાં છે. હાઈ કોર્ટનો આ આદેશ તાજેતરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
છત્રપતિ શિવાજી મહારાજ, સમાજ સુધારક મહાત્મા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ તેમજ મરાઠી લોકો વિશે વિધાનો કરવા બદલ કોશ્યારીનું નામ વિવાદમાં ઘસડાયું હતું. ગયા મહિને તેમણે રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપ્યું હતું. શિવાજી મહારાજને ‘જૂના સમયના આદર્શ’ કહેતા કોશ્યારીને આડે હાથે લેવામાં આવ્યા હતા જ્યારે સુધાંશુ ત્રિવેદી પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે મરાઠા સામ્રાજ્યના સ્થાપકે મુઘલ બાદશાહ ઔરંગઝેબની માફી માંગી હતી એમ કહ્યું હતું. પનવેલના રહેવાસી અનુસૂચિત જાતિના રામ કાતરણવારેએ કરેલી અરજી ન્યાયમૂર્તિ સુનીલ શુક્રે અને અભય વાઘવસેએ ૨૦ માર્ચે ફગાવી દીધી હતી.અરજદારે દાવો કર્યો હતો કે કોશ્યારી અને ત્રિવેદી અનુસૂચિત જાતિના નથી અને જાહેર કાર્યક્રમમાં તેમનું વક્તવ્ય સમાજના દરેક વર્ગમાં મોભો અને આબરુ ધરાવતી વ્યક્તિનું અપમાન કરનારું છે. જોકે, અદાલતના આદેશમાં જણાવાયું હતું કે ‘ઉલ્લેખ કરવામાં આવેલા વિધાન વિશે ઊંડાણથી વિચાર કરતા એ ઈતિહાસનું વિશ્ર્લેષણ લાગે છે.’ (પીટીઆઈ)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -