મહેસાણા જિલ્લામાં આવેલા ધરમપુર ગામમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન પેરાશૂટ ડેમેજ થતાં કોરિયન નાગરિકનું કરુણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર પી.જે. પટેલ સર્વ વિદ્યાલયના સષ્ટિપૂર્તિ કાર્યક્રમમાં પુષ્પ વર્ષા માટે બોલાવવામાં આવેલા પેરાશૂટ ડાયવરનું નીચે પટકાતા મોત નીપજ્યું છે. પેરાશૂટ દુર્ઘટનામાં કોરિયન નાગરિકના મૃત્યુ મામલે તપાસના આદેશ આપ્યા છે. સંબંધિત અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે ગામના જ એક વેપારીએ બે પેરાશૂટ ડાયવરને આમંત્રણ આપ્યું હતું. બંને શાળાનો કાર્યક્રમ પતાવીને ખારાઘોડા જવાના હતા. પરંતુ એ પહેલા આજના કાર્યક્રમમાં ચાઈનીઝ દોરીથી પેરાશૂટ ડેમેજ થતાં ડાયવર નીચે પટકાયો હતો, જેમાં તેનું મોત થયું હતું. પેરાશૂટ ઉડાડવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી, કોમર્શિયલ ઉપયોગ માટે પેરાશૂટ ઉડાવાય તો જ પરવાનગી જરૂરી નથી.આમાં વહીવટીતંત્રની કોઈ બેદરકારી નથી. અમે પેરાશૂટ બાબતે SOP જાહેર કરવા સરકારને વિનંતી પત્ર લખીશું.