કોલ્હાપુરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે કોલ્હાપુરની મુલાકાતે આવ્યા છે અને તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ કોલ્હાપુરમાં જ હાજર છે. આને કારણે રાજકીય વર્તુળોમાં અમિત શાહની મહારાષ્ટ્ર વિઝિટ મહત્ત્વની બની છે.
કોલ્હાપુર એ સંપૂર્ણપણે ભાજપમુક્ત છે અને કોલ્હાપુર અમિત શાહનું સાસરું છે. ભાજપના નેતા ચંદ્રકાંત પાટિલ પણ કોલ્પાપુરના જ છે, પણ તેમ છતાં કોલ્હાપુરમાં ભાજપને સફળતા મળતી નથી, એટલે જ ખુદ કોલ્હાપુરના જમાઈ કોલ્હાપુરમાં કમળ ખિલવવા માટે મેદાનમાં ઉતર્યા છે. અમિત શાહ કોલ્હાપુરવાસીઓ ભાજપને કેમ પસંદ નથી કરતાં એનો અભ્યાસ કરશે, સ્થાનિક નેતાઓ સાથે આ બાબતે ચર્ચા કરશે, એવી માહિતી પણ મળી રહી છે.
કોલ્હાપુરમાં લોકસભામાં જિતવા માટે ભાજપે પરસેવો પાડવો પડી રહ્યો છે. અત્યાર સુધી કોલ્હાપુરમાં ભાજપનો એક પણ ઉમેદવાર વિજયી થયો નથી. 2019ની ચૂંટણીમાં શિવસેના-ભાજપ યુતિના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી દીધો અને તેને કારણે ભાજપ આની ઊજવણી કરી શક્યું નહીં. ભાજપનો એક પણ અધિકૃત ઉમેદવાર કોલ્હાપુરમાં નથી તેથી અમિત શાહની આ કોલ્હાપુર વિઝિટ કોલ્હાપુરમાં કમળ ખિલવવામાં સફળ થશે કે કેમ એવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે આવતા જ ભાજપના વિધાનસભ્યોમાં વધારો થઈ રહ્યો છે. કોલ્હાપુરના અપક્ષ ઉમેદવાર પ્રકાશ આવાડે ભાજપમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને અમિત શાહની ઉપસ્થિતિમાં તેમનો ભાજપમાં પ્રવેશ થશે.
કોલ્હાપુરના જમાઈ કોલ્હાપુરમાં કમળ ખિલવી શકશે કે?
RELATED ARTICLES