સતત ફ્લોપ પ્રદર્શન પર કોહલીએ મૌન તોડ્યું, કહ્યું- 10 વર્ષમાં પહેલીવાર એક મહિના માટે બેટને હાથ નથી લગાડ્યો

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

લાંબા સમયથી વિરાટ કોહલી(Virat Kohli) ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. વિરાટ કોહલીએ છેલ્લા 1000 દિવસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એક પણ સદી ફટકારી શક્યા નથી. જેને કારણે તેમણે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાંથી આરામ લીધો હતો. કોહલીએ પોતાના ખરાબ ફોર્મ અંગે ખુલીને વાત કરી છે સાથે સાથે તેમને મેન્ટલ હેલ્થ અંગે પણ વાત કરી હતી. તમણે કહ્યું કે ક્રિકેટમાંથી બ્રેક લેવો જરૂરી બની ગયો. સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કોહલીએ કહ્યું કે 10 વર્ષમાં પહેલીવાર બન્યું છે કે જ્યારે એક મહિના માટે મેં બેટને હાથ ન લગાવ્યો. કોહલીએ કહ્યું કે ‘થોડા મહિના પહેલા મને એવું લાગ્યું કે મારી ક્ષમતા ઓછી થવા લાગી છે અને તેને ફરીથી મેળવવા માટે બ્રેકની જરૂર હતી’.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, ‘મને એક એવી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે જે માનસિક રીતે ખૂબ જ મજબૂત છે અને અલબત્ત હું છું, પરંતુ દરેકની એક મર્યાદા હોય છે અને તમારે તે મર્યાદાને સમજવી જોઈએ. નહીં તો પરિસ્થિતિ તમારી વિરુદ્ધ થઇ જાય છે’.

“>

કોહલીએ BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં કહ્યું કે, ‘હું એવો વ્યક્તિ છું જે સવારે જાગે છે અને વિચારે છે કે ચાલો જોઈએ કે આજનો દિવસ મારા માટે શું લઈને આવે છે. સંપૂર્ણ ભાગીદારી અને આનંદ સાથે દરેક વસ્તુનો ભાગ બનો. લોકો મને પૂછે છે કે તમે આ બધું કેવી રીતે કરો છો? હું ફક્ત તેમને કહું છું કે મને આ રમત ગમે છે. મારી પાસે દરેક બોલ પર યોગદાન આપવા માટે ઘણું બધું હોય છે અને હું દરેક વખતે મેદાન પર મારું 100% આપવા તત્પર હોઉં છું.’

“>

નોંધનીય છે કે વિરાટ કોહલીએ વર્ષ 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતા ટેસ્ટમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. ત્યાર બાદ કોહલી એકપણ સદી ફટકારી શક્યા નથી. હવે એશિયા કપ યોજાવાનો છે, ચાહકોને આશા છે કે આ વખતના એશિયા કપમાં કોહલીના બેટથી રનનો વરસાદ થશે, એશિયા કપ બાદ ઓક્ટોબરમાં T20 વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે. ત્યારે વિરાટનું ફોર્મમાં આવવું ખુબ જરૂરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.