ભારતમાં ઈતિહાસના બદલે હિસ્ટરી લખાયો, જે યુરોસેન્ટરિક હતો ,જેમાં ભારતીય ઈતિહાસની ધારાઓ, પરંપરાઓ ન હતી
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
જેમ ‘ધર્મ’ અને ‘રિલીજન’ વચ્ચે ભેદ છે તેમ ‘ઇતિહાસ’ અને ‘હિસ્ટ્રી’નો અર્થ તેની સંકલ્પના, સાંસ્કૃતિક પરંપરાની સાથે લેખન પદ્ધતિ પણ ભિન્ન છે. એ ભેદને સમજવા માટે કેટલીક પાર્શ્ર્ચ ભૂમિકા તપાસવી જરૂરી છે.
‘ઇતિહાસ’ અને ‘હિસ્ટ્રી’ વચ્ચેનું અંતર સમજતા પહેલા ‘ધર્મ’ અને ‘રિલીજન’ વચ્ચેના અંતરને સમજવું અનિવાર્ય છે તો કેટલીક બાબતો આપોઆપ સ્પષ્ટ થઈ જશે. ભારતીય ધર્મમાં કર્તવ્ય, નૈતિકતા, આચરણ જીવનના નૈતિક મૂલ્યો તથા આધ્યાત્મિકતા છે. તેની સામે પશ્ર્ચિમના રિલીજનમાં કોઈ વિશિષ્ટ સંપ્રદાય, વર્ગ, પંથ અને પૂજા પદ્ધતિ સાથે જોડવામાં આવે છે. ભારતમાં ધર્મ કર્તવ્યની અનુભૂતિ કરાવે છે જ્યારે પશ્ર્ચિમમાં રાજનૈતિક અધિકારનો અનુભવ કરાવે છે. પ્રાચીન સમયમાં ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા, ઉદારતા, સમરસતા હતા ત્યારે પશ્ર્ચિમમાં સતત ધાર્મિક યદ્ધો હતા.
(૧૯૪૭ થી ૨૦૧૪ ભારત, એસ. મિત્તલ)
પ્રાચીનતમ ઉલ્લેખ
ભારતમાં ઇતિહાસનો પ્રાચીનતમ ઉલ્લેખ ‘અર્થવવેદ’માં મળે છે જેમાં કહ્યું છે કે ” લ મૈવટિ રુડયર્ળૈઅણૂવ્રખબટ ટળપ ઇરુટવળલહ્ય ક્ષૂફળર્ઞૈ ખ ઉંળઠળહ્ય ણળફળર્યૈલિ ખળણૂવ્રખબટ॥ ઇરુટવળલ ખ લ ક્ષૂફળઞશ્ર્ન્રૂ ખ ઉંળઠળણર્ળૈ ખ ણળફળર્યૈલણિર્ળૈ ખ પ્રિઢળપ ધમરુટ, ્રૂ ઊર્મૈ મજ્ઞડ ॥ ૪૪
અર્થાત મહાન લક્ષ્ય તરફ ગતિશીલ વ્રતી(રાષ્ટ્ર) અનુસરણ ઇતિહાસ, પુરાણ, ગાથા તથા મહાપુરુષોની પ્રશંસાની કવિતા (નારાશંસી) કરે છે.
ઋગ્વેદના ૧૦માં મંડળમાં એક મંત્ર પર યાસ્કે ‘નિરુક્ત’માં ઋક, ગાથા ઇતિહાસનું વર્ણન કર્યું છે. (નિરુક્ત -૪-૬)
‘ઐતરેય બ્રાહ્મણ’માં નારદ હરિચન્દ્રને “ઇરુટ વળશ્ર્નપળ અળ્ંરૂળણ, સાંખ્યાન બ્રાહમણમાં “ઇરુટ વ શ્ર્નપળવ કહ્યું છે. ‘છાંદોગ્ય ઉપનિષદ’માં ઇતિહાસ-પુરાણને પાંચમા વેદની પ્રતિષ્ઠા મળી છે.
ગૌતમના ‘ન્યાયસૂત્ર’માં, રાજશેખરે ‘કાવ્યમીમાંસામાં’ ઇતિહાસના બે પ્રકારોનું વર્ણન કર્યું છે. કાત્યાયન અને ભાષ્યકાર પતંજલિ પણ પુરાણ અને ઇતિહાસથી પરિચિત છે તેવો ઉલ્લેખ છે. મહાભારતમાં સેંકડોવાર “અળઠ્ઠળન્ન્રૂૂડળવફધ્ટધિરુધરુટવળલ ક્ષૂફળટણપ પંક્તિ આવે છે. (ઇતિહાસ : સ્વરૂપ અને પદ્ધતિ, ર. છો. પરીખ) ઉપરોક્ત ઇતિહાસનો ભારતીય શાસ્ત્રોમાં અનેકવારના ઉલ્લેખથી એટલું તો સ્પષ્ટ છે કે હિસ્ટ્રી કરતાં ઇતિહાસ શબ્દ ઘણો પ્રાચીન હોવા છતાં આપણે આયાતી શબ્દ હિસ્ટ્રીને અપનાવી લીધો છે ત્યારે જે ઇતિહાસ ન્યાય આપે છે તે આજે અદાલતના આંગણે ન્યાય માટે દરવાજા ખટખટાવી રહ્યો છે.
હિસ્ટ્રી શબ્દનો પ્રાચીનતમ ઉલ્લેખ જેને ઇતિહાસના પિતા ગણવામાં આવે છે તે હેરોડોટસે ૪૮૪ – ૪૩૦ ઇ. પૂ. વચ્ચે કર્યો છે. હેરોડોટસના સમયમાં બેબીલોનમાં હિસ્ટ્રી મિથકોના સ્વરૂપમાં પ્રસિધ્ધ હતો પછીથી અન્ય અર્થેમાં પ્રચલિત બન્યો.
ઇતિહાસ અને હિસ્ટરીનો અર્થ
બંને શબ્દોના અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ અલગ અલગ છે. ‘ઇતિહાસ’ શબ્દ સંસ્કૃત અને ભારતીય શબ્દ છે જ્યારે ‘હિસ્ટ્રી’ શબ્દ પશ્ર્ચિમથી આયાત કરેલ છે એટલું જ નહી અંગ્રેજી ભાષાના શબ્દોની અવ્યાકૃત શબ્દ છે. સંસ્કૃત ભાષાના શબ્દ અને વ્યાકરણની દૃષ્ટિએ તુલના કરતાં વધુ સ્પષ્ટતા થશે. “ઇતિ + હ + આસ એટલે ઇતિહાસ. ઇતિહાસ શબ્દની સંધિ છૂટી પડતાં આ મુજબ અર્થ થાય છે. ઇતિ – આમ જ, હ – નિશ્ર્ચિત રૂપે, આસ – બન્યું. ઇતિહાસ એટલે જે ઘટનાઓ ભૂતકાળમાં નિશ્ચિત રૂપમાં ઘટી છે. ઇ – ધાતુનો અર્થ ગતિ – ગત્યાત્મક છે. ઉ. દા. સૂર્યની ગતિ તેજ છે એટલે અંગ્રેજીમાં હોર્સ પાવર શબ્દ બન્યો છે. તિ – એક પ્રત્યય છે, પ્રત્યય ક્રિયાને સાધન છે. હ – મહત્ત્વનું પદ છે જે પોતાના અર્થોને નિશ્ચય અવ્યવી ભાવ વ્યક્ત કરે છે જે ઘટના સાથે કહેવાયેલું, લખાયેલું, કહેડાવેલું. અસ – અંતિમ પદ છે. જે ભૂતકાળમાં બનેલી ઘટના કે કૃત્યને સૂચવે છે. જ્યારે અંગ્રેજી ભાષાનો શબ્દ હિસ્ટ્રી માટે સૌ પ્રથમ પ્રયોગ હિસ્તરી કરતાં જેનો અર્થ ગૂંથવું થતો બાદમાં અન્વેષણ, શોધ, ખોજ અથવા જાણકરી થયો.
હેતુઓ : ભારતીય ઇતિહાસપુરાણ સાહિત્યના એક સૂત્રમાં લખ્યું છે કે ઇતિહાસમાત્ર ભૂતકાળની ઘટનાઓની ક્રમબદ્ધ સમયસારણી નથી તેમાં સમાજને ધર્મ, અર્થ, કામ, મોક્ષ તરફ લઈ જવા સક્ષમ છે તેથી ઉપદેશ યુક્ત હોય તે આવશ્યક છે, સાથે કથાયુક્ત પણ હોવું જોઈએ. માનવ-ઋષિ વંશનો ઇતિહાસ કથાયુક્ત જ હોય. જ્યારે પશ્ર્ચિમમાં હિસ્ટ્રીમાં આગસ્ટ મૂલર કહ્યું છેમાનવશક્તિનો વિકાસ, વર્તમાન સામાજિક વાતાવરણ સ્પષ્ટ કરવું મિસ ડ્રમ્ડ ના મતે ઇતિહાસમાં રુચિ ઉત્પન્ન કરવી. લીવુડ ચેજના મતે ઐતિહાસિક વિધિ જ્ઞાન કરાવવું. અમેરિકન ઐતિહાસિક આયોગના મતે વિધાર્થીઓમાં સામાજિક-ઉત્તરદાયિત્વની ભાવના વિકસાવવી વગેરેને વ્યાખ્યાયિત કરે છે હેતુઓને નહીં. પશ્ર્ચિમમાં આજે પણ ઇતિહાસની ઉપયોગીતા અને હેતુઓથી વિચલિત હોય તેવું જણાય છે. ભારતીય ઇતિહાસનો હેતુઓમાં આપણી પરંપરા, માનવ જીવનની પદ્ધતિઓ, સંસ્કૃતિઓના દર્શન જોવા મળે છે. પશ્ર્ચિમમાં સમય જતા હેતુઓ અને ઉદેશ્યને સમાવિષ્ટ થયો હોવો જોઈએ.
મહત્ત્વ : મહાભારતકારે ઇતિહાસના મહત્ત્વને સ્પષ્ટ કરતા લખ્યું છે કે – મૈટ ્રૂટૄજ્ઞણ ર્લૈફષજ્ઞટ્ રુમટપળ્રૂટિ ્રૂળરુટ ખ અરુષઞળજ્ઞ રુમટટ: ષઞિ: મૈટટ શ્ર્નટૂ વર્ટીં॥ અર્થાત ઇતિહાસનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. વિત્ત એટલે ધન, તે આવતું જતું રહે છે. ઇતિહાસના નાશ થવાથી વ્યક્તિ/જાતિ/સમાજ અથવા રાષ્ટ્રનો નાશ થાય છે. પશ્ર્ચિમમાં વર્તમાનને સમજવા, જ્ઞાન પ્રાપ્તિ, આત્મજ્ઞાન સાધન, નૈતિક, પ્રેરણાદાયી વગેરે રીતે વાત મૂકી છે. હકિકતમાં જો ઇતિહાસનું રક્ષણ જ ન થાય તો જ બાકીના મુદ્દાઓ ગૌણ બની રહે છે. બાહ્ય આક્રમણકારો, પશ્ર્ચિમમી લેખકો અને વિચારધારાથી પ્રભાવિત લોકોએ ભારતીય ઇતિહાસના રક્ષણના બદલે સ્થાનીય, સત્ય આધારિત ઇતિહાસને નાશ કર્યો.
સ્વરૂપ : ઇતિહાસના સ્વરૂપ અને પ્રારંભ વિશે શ્રીતત્ત્વ નિધિમાં લખવામાં આવ્યું છે કે – ઇરુટવળલ ર્ીં ઇૂંરળધળર્લીં લૂઇંફળશ્ર્ન્રૂળજ્ઞ પવળજ્ઞડર્ફીં અષલુર્ઠ્ઠૈ ર્ઊૈંચ રુમધટ્ટર્ક્ષૈઇંઘળધફઞળાધ્મર્ટીં ॥ વધુ ઓળખતા ભારતીય ઇતિહાસમાં ભૂતકાળની ઓળખ ધર્મ, દર્શન, વિજ્ઞાનના તત્વચિંતન જોવા મળે છે. પશ્ર્ચિમમાં હિસ્ટ્રીનું ચિંતન કબર અને ભગ્ન અવશેષો સાથે જોડાયેલ છે. ઉદાહરણ રૂપે મમી, પિરામિડ, પ્રતિમાના સંગ્રાહાલયોમાં ભગ્નઅવશેષો વગેરે સામાન્ય રીતે મુક્તિપ્રતિવાદના પ્રતિપોષક હોય એવું લાગે છે. (ઇતિહાસ વ્યુત્પત્તિ અને દૃષ્ટિ, હસમુખ જોષી)
પ્રો. ડો. ઉમેશ કદમે રાજ્યસભા ટી.વી. ચેનલ દેશ કી આવાજમાં પોતાના એક ઈન્ટરવ્યું (ઉંગઞ, ઉઊકઇંઈં ખજ-ઈંઈઇંછ) ઈતિહાસ અલગ નોલેજ સિસ્ટમ છે. હિસ્ટ્રી પણ અલગ નોલેજ સિસ્ટમ છે. આ બંને પેરેલલ શબ્દ હોઈ શકે છે પરંતુ સરખા ન હોય શકે. પ્રાચીન કાળથી ભારતમાં એક નોલેજ સિસ્ટમ વિકસિત થયેલી. તે છે મૌખિક (ઓરલ) સિસ્ટમ તેને ઈતિહાસ કહે છે. ઇતિહાસની ધારા છે તેમાં પ્રથમ દર્શન, દ્વિતીય જ્ઞાન છે. તૃતીય વિદ્યા છે.
ઇતિહાસની ધારાઓ : યુરોપીયન હિસ્ટ્રી નોલેજ સિસ્ટમ (યુરોસેન્ટરીક) પ્રમાણે હિસ્ટ્રીનો ૧૯ સદીમાં વિકાસ થયો એ પહેલા ઈતિહાસને ક્યાં ડિસીપ્લીનમાં જોવું? તેની ચર્ચાઓ થતી. જેને એન્થ્રોપોલોજી, પોલિટીકલ સાયન્સ, સોસીયોલોજી, ઇકોનોમિક વગેરેમાં લેવી તે અંગે ડીબેટ થતી. યુરોપીયન હિસ્ટ્રી નોલેજ સિસ્ટમમાં પોઝિટિવ ફેસ, એન્લાઈટમેન્ટ, રોમાન્ટિક ફેસ જયારે ભારતીય ઈતિહાસ ધારામાં પ્રથમથી જ એન્લાઈટમેન્ટ ફેસ હતું. ભારતીય ઈતિહાસ ધારામાં ક્યારેય પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક એવા કોઈ કાળમાં ( પીરીયડ) વહેંચાયેલ નથી. જયારે યુરોસેન્ટરી હિસ્ટ્રીમાં પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક એમ પીરીયડમાં વહેંચી ભારતને વિભાજીત કરવાનું કામ કર્યું જેમ કે પ્રાચીન કાળ હિંદુઓનો કાળ, મધ્યકાલીન મુસ્લિમ કાળ, આધુનિક કાળ બ્રિટીશકાળ કે મોર્ડન (વિકસિત) સમયમાં વહેંચ્યુ. ભારતીય ઈતિહાસ ધારામાં ક્રોનોલોજી પ્રમાણે સતત કે નિયમિત સમય પ્રચલિત હતો.
હિન્દુસ્તાન એક જ એવો દેશ છે જ્યાં પોતાના મૂળ ભાષાના શબ્દને બદલે આયાતી શબ્દો, ઇતિહાસનો અર્થ, મહત્ત્વ, સ્વરૂપ અને સમજણ હજારો વર્ષો પહેલા ભારતીય શાસ્ત્રોમાં અદ્ભુત રીતે વર્ણન થયું છે. આમ છતાં ‘સ્વ’ના ઇતિહાસના બદલે અન્યોના આક્રમણો, પ્રતિરોધના બદલે પરાજીતો, ભારતીઓના વિકાસના બદલે યુરોપીય દ્વારા વિકાસ, અમૂક સંસ્થા કે પ્રદેશનો ઇતિહાસ જ ભારતનો ઇતિહાસ લખાયો એટલું જ નહિ પાઠ્યપુસ્તકોમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણમાં ભણાવાય રહ્યો છે. હવે યોગ્ય સમય છે કે, ઇતિહાસનું પુન: મૂલ્યાંકન થવું જોઈએ. તો જ વર્તમાન અને ભાવિ પેઢીને સાચો ઇતિહાસ અને વારસો આપી શકીશું.
રાજવાણી : ભારતમાં ભારતીયતાના નમૂના પર યુનિવર્સિટીઓ, કોલેજ, અભ્યાસક્રમ કે શિક્ષક તાલીમ શાળાઓ ક્યારે સ્થપાશે…? કે ભારતમાં ભારતીયતા ક્યારે આવશે. આ બધા પ્રશ્નનો ઉત્તર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૨માં મળી રહ્યો છે. બસ જરૂર છે તેના યોગ્ય અમલીકરણની. જે ઇતિહાસ ન્યાય આપે છે તે આજે અદાલતના આંગણે ન્યાય માટે દરવાજા ખટખટાવી રહ્યો છે.