જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર અનેક ફોટો અને વિડીયો વાઈરલ થતા હોય જ છે. પરંતુ તેમાંથી કેટલાક ફોટો અને વીડિયો એવા હોય છે કે સોશિયલ મીડિયા યુઝર્સને તેમાં ખૂબ જ રસ પડે છે. હાલમાં આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેને લાઈક અને શેર કરી રહ્યા છે. આવું જ એક વાવાઝોડું ટ્વિટર પર આવ્યું છે. એક યુઝરે એક ફળનો ફોટો ટ્વિટર પર શેર કર્યો અને લોકોને તેનું નામ પુછ્યું હતું. બસ પછી તો પૂછવું શું હતું શું આ પોસ્ટ વાઈરલ થવા લાગી..
સોનાલી શુક્લા નામનની એક યુઝરે ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં ગુલાબી અને લીલા રંગનું એક ફળ ઝાડ પર જોવા મળે છે. આ ફોટો શેર કરીને સોનાલીએ કેપ્શનમાં લખ્યુંછે કે ખૂબ ઓછા લોકો જણાવી શકશે કે આ ફળનું નામ શું છે? ફોટોમાં જોવા મળી રહેલાં આ ફળનું નામ જણાવવા અને આ ફળ વિશે જાણવામાં લોકોને એટલો રસ પડ્યો કે આ ફોટો વાઈરલ થવા લાગ્યો. આ ફોટો શેર કર્યાના થોડાક જ કલાકોમાં 40,000થી વધારે લોકો તેને લાઈક કરી ચૂક્યા છે અને 1700થી વધુ લોકો આ ટ્વીટને રીટ્વીટ કરી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકો ફોટો પર કમેન્ટ કરીને આ ફળનું નામ જણાવી રહ્યા છે.
તમારી જાણ માટે કે ટ્વીટ કરાયેલા ફોટોમાં દેખાઈ રહેલા ફળને ગોરસ આમલી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દીમાં તેને જંગલ જલેબી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનાથી સ્વાસ્થ્યને લાભ પણ ઘણા થાય છે. કેટલાક લોકો તેને વિલાયતી આમલી પણ કહે છે.
कम ही लोग बता पाएंगे इस फल के बारे में pic.twitter.com/eWvALP4vMJ
— Sonali Shukla (@Sonali_S2) February 23, 2023