પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે. જેની વિગતો આ પ્રકારે છે. ટ્રેન નંબર 22717 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસનો તારીખ 06.02.2023 થી, ટ્રેન નંબર 16613 રાજકોટ કોયંબતૂર એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 05.02.2023 થી, ટ્રેન નંબર 19202 પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસનો તારીખ 07.02.2023 થી તેમજ ટ્રેન નંબર 19568 ઓખા તૂતીકોરિન એક્સપ્રેસનો તારીખ 10.02.2023 થી વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનનો સમય 08.16/08.18 કલાક ને બદલે 08.06/08.08 કલાકનો રહેશે. ટ્રેન નંબર 16333 વેરાવળ તિરૂવંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસનો તારીખ 09.02.2023 થી, ટ્રેન નંબર 16337 ઓખા એર્નાકુલમ એક્સપ્રેસનો તારીખ 06.02.2023 થી તેમજ ટ્રેન નંબર 16335 ગાંધીધામ નાગરકોઈલ એક્સપ્રેસનો તારીખ 10.02.2023 થી વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનનો સમય 14.05/14.07 કલાક ને બદલે 13.55/13.57 કલાકનો રહેશે.
રેલવે પ્રવાસીઓને વધારે જાણકારી માટે રેલવેની વેબસાઈટ પરથી માહિતી મેળવવા અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં વિવિધ સ્થળોએ સમારકામ કે વિસ્તરીકરણના કામ ચાલી રહ્યા હોવાથી સમયપત્રક સહિત અમુક ફેરફારો થઈ રહ્યા છે.