આજના સમયમાં આધારકાર્ડ એ મહત્ત્વનું દસ્તાવેજ બની ગયું છે. ઓળખ કાર્ડ તરીકે તેનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. અરે, જો તમને સાવ બેઈઝિક વાત કરીએ તો તમારે મોબાઈલ માટે નવો સિમકાર્ડ ખરીદવો હોય તો પણ તમને આધાર કાર્ડની જરુર પડે છે.
ઘણી વખત બને છે એવું તમે કોઈ જગ્યાએ પુરાવા તરીકે આધાર કાર્ડની કોપી આપી હોય એ કોપી જો કોઈના હાથે લાગી જાય તો તે એની મદદથી જોઈએ એટલી વખત તમારા નામથી સિમ કાર્ડ ખરીદી શકે છે, અને આપણને એ વાતની કોઈ માહિતી જ નથી હોતી.
આ જ કારણ છે કે ઘણી વખત છેતરપિંડી થઈ હોવાની ઘટનાઓ પણ સામે આવે છે… આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતાં જ તમને એ વાતની જાણ થાય એ ખૂબ જ જરુરી છે કે આખરે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે. આજે અમે તમને અહીં એ વિશે જ માહિતી આપીશું. જેની મદદથી તમે એ તો જાણી જ શકશો કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ એક્ટિવેટ છે. આ માટે તમારે DoTની એક વેબસાઈટની મદદ લેવી પડશે.
આ પોર્ટલને ટેલિકોમ એનાલિટીક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર કે પછી TAFCOP એવું નામ આપવામાં આવ્યું છે. આની મદદથી તમે તમારા આધાર કાર્ડ નંબર પર ઈશ્યુ કરવામાં આવેલા સિમ કાર્ડ વિશેની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલાં તો http://tafcop.dgtelecom.gov.in ની વેબસાઈટ પર જવું પડશે. ત્યાર બાદ તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે અને એના પછી રિક્વેસ્ટ ઓટીપીનું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. આ રિક્વેસ્ટ સિલેક્ટ કરતાં જ તમને મોબાઈલ પર એક ઓટીપી આવશે, જે તમારે વેબસાઈટમાં આપેલી જગ્યામાં લખવાનો રહેશે. બસ આટલું કરતાં જ તમારી આંખ સામે તમારા આધાર કાર્ડ પર જેટલાં સિમ કાર્ડ એક્ટિવ હશે એની માહિતી મળી જશે.
તમારા આધારકાર્ડ પર ચાલે છે કેટલા નંબર? જાણો આ રીતે…
RELATED ARTICLES