(વાણિજ્ય પ્રતનિધિ તરફથી)

મુંબઇ: ભારતના વોરેન બફે અને બિગબુલ તરીકે ઓળખાતા અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ ધરાવનાર શેરોમાં તેમના અવસાન પછીના પહેલા સત્રમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. તેમનું ત્રણેક ડઝન કંપનીમાં રોકાણ હતું અને સૌથી વધુ ટાઇટનમાં હતું. ઝુનઝુનવાલા એન્ડ એસોસિએટ પાસે જૂન ક્વાર્ટરના ડેટા અનુસાર ૩૨ શેર હતા અને તેની નેટવર્થ રૂ. ૩૧,૯૦૫ કરોડ જેવી હતી.

ટાઇટન ૦.૮૮ ટકાના સુધારા સાથે રૂ. ૨૪૯૩.૬૫ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે, તેમના પોર્ટફોલિયોમાંની એપ્ટેકના શેર ૦.૦૪ ટકા લપસીને રૂ. ૨૩૨.૬૫ની સપાટીએ સ્થિર થયો હતો. મેટ્રો બ્રાન્ડનો શેર ૧.૩૬ ટકા તૂટીને રૂ. ૩૪૨.૭૦ બોલાયો હતો, જ્યારે એગ્રો ટેકનો શેર ૦.૬૨ ટકા ગબડ્યો હતો.

વધનારા શેરોમાં ટાટા મોટર્સ ૨.૫૫ ટકા, નઝારા ટેકનોલોજી ૨.૪૪ ટકા, એનસીસી ૨.૦૯ ટકા, ઇન્ડિયન હોટલ્સ ૧.૩૨ ટકા, ક્રિસિલ ૧.૦૨ ટકા વધ્યો હતો. કેનેરા બેન્ક ૦.૫૪ ટકા અને રાલીસ ઇન્ડિયા ૦.૧૩ ટકા આગળ વધ્યો હતો.

Google search engine