ટેક્નોલોજી દિવસે નહીં એટલી રાતે આગળ વધી રહી છે અને આ વધતી ટેક્નોલોજીને કારણે કામ કરવાનું ખૂબ જ સરળ બન્યું છે, પણ એની એક સાઈડ ઈફેક્ટ એ પણ જોવા મળી છે કે આને કારણે મનની અસ્થિરતા વધી ગઈ છે. લોકો ટેક્નોલોજીના આદિ થઈ ગયા છે. ચારેબાજુ ઘોંઘાટ અને અસ્વસ્થ વિસ્તારે મનની શાંતિ છીનવી લીધી છે. શું તમને ખબર છે કે સતત ઘોંઘાટવાળા વિસ્તારમાં રહેવાને કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ જોવા મળે છે. જો યોગ્ય સમયે આ બીમારીઓનું નિરાકરણ ના કરવામાં આવે તો આ સમસ્યાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. આજે આપણે અહીં વાત કરીશું કે કઈ રીતે તમે શાંત રહીને શારીરિક ફાયદાઓ મેળવી શકો છો.
મૌન રહેવાનો અર્થ એ નથી કે કોઈ તકલીફ હોય તો બોલો નહીં, કંઈક હોય તો જવાબ ન આપો. આના બદલે, કોઈપણ પ્રકારના પ્રદૂષણથી દૂર રહીને, અવાજ અને દારૂથી દૂર રહીને પોતાને શાંત રાખો. આ સિવાય બિનજરૂરી વાતચીત ટાળો. બ્લડપ્રેશરમાં મળે છે રાહત શાંત રહેવાની અસર શરીર પર વ્યાપકપણે જોવા મળે છે. સામાન્ય રીતે, વધુ ઘોંઘાટ અથવા ધ્વનિ પ્રદૂષણ ધરાવતી જગ્યાએ રહેતા લોકોમાં બ્લડ પ્રેશર વધતું જોવા મળે છે, જ્યારે જે લોકો શાંત જગ્યાએ રહે છે, તેમને બીપીની સમસ્યા થવાની શક્યતા ઓછી હોય છેએકાગ્રતામાં વધારો જે લોકો વધુ એકાંતમાં શાંતિથી રહે છે. તેમનું મન ઘોંઘાટવાળા સ્થળોએ કે અન્ય કોઈ બીજા મુશ્કેલીવાળા સ્થળોએ રહેતા લોકો કરતાં વધુ એકાગ્ર રહે છે. આ લોકો ખૂબ જ સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરવા માટે સક્ષમ છે. વાસ્તવમાં, તેઓ વિચારોને સુમેળ બનાવીને એકાગ્રતા વધારે છે. માનસિક વિકાસ પર જોવા મળે છે અસર મૌન રહેવાનો એક ફાયદો એ છે કે જેઓ અસ્વસ્થ જગ્યાએ રહે છે તેના કરતાં શાંત રહેનારા લોકોમાં મગજનો વિકાસ સારો થાય છે.
મૌન લોકોમાં વધુ સારી રીતે સમજવાની શક્તિ અને વિચારવાની ક્ષમતા હોય છેકોર્ટિસોલ હોર્મોન રહે છે કન્ટ્રોલમાં ઘોંઘાટવાળી અથવા અવ્યવસ્થિત જગ્યાએ રહેવાથી કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધી શકે છે. કોર્ટિસોલ હોર્મોન વધવાને કારણે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગનો ખતરો રહે છે. આ હોર્મોનનું નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાંત જગ્યાએ મૌન રહેવાથી તેને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. સ્લિપિંગ ક્વોલિટી પણ સુધરે છે મૌન રહેવાનો એક બીજો સૌથી મોટો અને મહત્ત્વનો ફાયદો એ છે કે જ્યારે મગજ યોગ્ય રીતે સક્રિય હોય છે ત્યારે સારી ઊંઘ આવે છે. કોઈપણ પ્રકારના માનસિક વિકારની સમસ્યા ઓછી થાય છે