Homeટોપ ન્યૂઝબાંગ્લાદેશ સામે રાહુલનો 'વિરાટ' ધમાકો

બાંગ્લાદેશ સામે રાહુલનો ‘વિરાટ’ ધમાકો

ટી-20 વર્લ્ડકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે ત્યારે બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે છ વિકેટના નુકસાને 184 રન બનાવ્યા હતાં. કહેવાઈ રહ્યું છે કે આ મેચમાં જો ભારતનો વિજય થાય તો સેમિફાઈનલની ટિકિટ સરળતાથી મળી જશે. ભારતના ઓપનર કે એલ રાહુલ ખરાબ ફોર્મને કારણે વારંવાર ટ્રોલ થઈ રહ્યો હતો ત્યારે બાંગ્લાદેશ સામે અર્ધશતક ફટકારીને ટ્રોલિયાઓની બોલતી બંધ કરી હતી. રાહુલે 32 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 50 રન બનાવીને આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. કિંગ કોહલીએ પણ આ મેચમાં 64 રન બનાવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ ત્રીજી હાફ સેન્ચુરી ફટકારી છે. આ સાથે કોહલી ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.

RELATED ARTICLES

Most Popular