મુંબઈઃ મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુંબઈ પોલીસ દ્વારા શહેરમાં નાયલોનનો માંજો વાપરવા પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ 12મી જાન્યુઆરીથી લઈને 10મી ફેબ્રુઆરી સુધી અમલમાં મૂકવામાં આવશે અને આદેશનું ઉલ્લંઘન કરનારા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર બનશે, એવું આદેશમાં જણાવવામાં આવ્યું છે.
મકર સંક્રાંતિ નિમિત્તે દર વર્ષે પતંગ ચગાવીને લોકો આ તહેવારની ઊજવણી કરવામાં આવે છે. ઉત્સવ દરમિયાન પ્લાસ્ટિક કે પછી સિન્થેટિકમાંથી બનાવવામાં માંઝા કે જેને નાયલોનનો માંજાના ઉપયોગથી નાગરિકો અને પશુ-પક્ષીઓને ઈજા પહોંચે છે. આ ઈજા ઘણી વખત જીવલેણ સાબિત થાય છે અને તેથી જ માણસો અને પશુ-પંખીઓના મૃત્યુ પણ થાય છે.
આદેશમાં આગળ જણાવવામાં આવ્યું છે કે આ માંજાનું વિઘટન ના થતું હોવાને કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. તેથી જીવતહાનિ અને પર્યાવરણને થતું નુકસાનને રોકવા માટે નાયલોનના માંજાનો ઉપયોગ થતો અટકાવવો જરુરી છે.