Delhi:આજે સંયુક્ત કિશાન મોરચાએ (Samyukt Kisan Morcha)  દિલ્હીના જંતર-મંતર મેદાનમાં(Jantarmantar)  દેવા માફી ,બેરોજગારી સહીત અલગ અલગ નવ  મુદ્દે કિસાન મહાપંચાયત(Kishan mahapanchayat) યોજવાનું અહવાન કર્યું છે. આ એક દિવસીય ધારણા કાર્યક્રમ રહેશે, આજે સવારે 11 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી સંપૂર્ણ શાંતિ અને અનુશાસન સાથે ધારણા પ્રદર્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. જેના કારણે ગાઝિયાબાદથી દિલ્હી જવાના દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર  લાંબો ટ્રાફિક જામ થઇ ગયો છે.

દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ

આજે જંતર-મંતર ખાતે ખેડૂતોના વિરોધ પ્રદર્શનનું એલાન થતા જ દિલ્હી બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાટનગરમાં પ્રવેશતા વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ટિકરી બોર્ડર, મુખ્ય રસ્તાઓ, રેલવે ટ્રેક અને મેટ્રો સ્ટેશનો પર ભારે પોલીસ બદોબસ્ત

યુનાઇટેડ કિસાન મોરચા અપોલિટિકલએ 22 ઓગસ્ટે દિલ્હીના જંતર-મંતર ખાતે કિસાન મહાપંચાયતની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસે જંતર-મંતર મેદાન ખાતે કિસાન મહાપંચાયત માટે પરવાનગી આપી નથી. દિલ્હી પોલીસ દ્વારા બહારથી આવતા ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. છતાં ભારે પોલીસ અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખેડૂતો બેરોજગારીનો વિરોધ કરવા જંતર-મંતર પહોંચવા લાગ્યા છે. દિલ્હીના ગાઝીપુર, સિંઘુ અને ટિકરી બોર્ડરના એન્ટ્રી પોઈન્ટ પર પોલીસે સુરક્ષા વધારી દીધી છે. આ માર્ગ પરથી આવતા દરેક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે જે ખેડૂતો દિલ્હી આવ્યા છે તેઓ જંતર-મંતર જઈ શકે છે. પોલીસે એવું પણ જણાવ્યું છે કે જંતર-મંતર ખાતે વધુ સંખ્યામાં લોકો એકઠા થવા દેવામાં નહિ આવે.
નોંધનીય છે કે ગઈકાલે એટલે કે 21મી ઓગસ્ટ રવિવારે જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh Tikait) દિલ્હીમાં પ્રવેશ્યા ત્યારે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. આ અંગે રાકેશ ટિકૈતે ટ્વીટ કર્યું હતું કે, ‘સરકારના ઈશારે કામ કરતી દિલ્હી પોલીસ ખેડૂતોનો અવાજ નહિ દબાવી શકે. આ ધરપકડ નવી ક્રાંતિ લાવશે. આ સંઘર્ષ છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહેશે.’

“>

મહાપંચાયતના આયોજન અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે ટિકરી બોર્ડર, મુખ્ય રસ્તાઓ, રેલવે ટ્રેક અને મેટ્રો સ્ટેશનો પર ભારે પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Google search engine