બોર્ડર પર બિરાજમાન થયાં King Of LOC

દેશ વિદેશ

દર વર્શે મુંબઈથી સેંકડો ગણેશ મૂર્તિ દેશના વિવિધ ભાગોમાં પહોંચે છે ત્યારે તેની સાથે એક પ્રતિમા જમ્મુ કાશ્મીરના પુંછના નાગરિકો માટે પણ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાવર હાઉસ શિવ દુર્ગા ભૈરવ મંદિરમાં બાપ્પાનું આગમન થાય છે.

આર્મીના ગનર રેજિમેન્ટ દ્વારા લેઝિમ નૃત્યથી બાપ્પાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મહાઆરતી કરવામાં આવી હતી. દરમિયાન મુંબઈથી એલઓસી બોર્ડ પર આર્મીના જવાનો માટે દર વર્ષે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

આર્મીના જવાનોનું મનોબળ વધારવા હેતુ ઉપક્રમનું આયોજન કરનારી ઈશરદીદી અને આર્મી તથા શહીદોના પરિવાર માટે કાર્યરત પ્રોગ્રેસિવ નેશન સંસ્થાને ઈન્ડિયન આર્મી દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

1 thought on “બોર્ડર પર બિરાજમાન થયાં King Of LOC

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.