કિંગ ઓફ એક્સપ્રેશન તરીકે જાણીતા પ્રાણસાબની અજાણી વાતો
હિન્દી ફિલ્મોના સૌથી લોકપ્રિય વિલાનમાંથી એક એવા પ્રાણસાહેબનો આજે જન્મદિવસ છે, પણ આજે એમના જન્મદિવસે તેમના જીવનના કેટલાક એવા સિક્રેટ વિશે વાત કરીએ…
પ્રાણ એક એવા અભિનેતા હતા કે તેમને ‘કિંગ ઓફ એકસપ્રેશન’ કહેવાતા, કારણ કે તેઓ આંખોથી જ પોતાના પાત્રને ન્યાય આપવા માટે સક્ષમ હતા. કદાચ આ જ કારણ હતું કે તેઓ નેગેટિવ રોલ કર્યા પછી પણ દર્શકોના દિલ પર આજે પણ રાજ કરી રહ્યા છે.
પ્રાણનો જન્મ 12 ફેબ્રુઆરી, 1920ના જૂની દિલ્લીના એક શ્રીમંત પરિવારમાં થયો હતો અને બાળપણમાં તેમનું નામ પ્રાણ કૃષ્ણ સિકંદ હતું અને આશ્ચર્ય વચ્ચે ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર વિલનને બાળપણમાં ફોટોગ્રાફર બનવા માંગતા હતા. પર હોની કો કૌન ટાલ સકતા હૈના ન્યાયે ભવિષ્યમાં તેમના માટે શું લખાયું છે એની તો પ્રાણને પણ નહોતી.
ફિલ્મોમાં એન્ટ્રી વિશે વાત કરીએ તો પાનના ગલ્લા પર પ્રાણસાહેબની કિસ્મતે કરવટ લીધી હતી.
1940માં લેખક મહોમ્મદ વલીએ પ્રાણસાહેબને એક પાનની દુકાન પર જોયા અને તેમણે પહેલી જ નજરમાં પારખી લીધું કે પ્રાણ તેમની પંજાબી ફિલ્મ યમલા જટ માટે એકદમ પરફેક્ટ ચોઇસ છે. તેમણે પ્રાણને ફિલ્મમાં કામ કરવા માટે મનાવી લીધા અને ફિલ્મ સુપર હિટ રહી હતી. હિંદી ફિલ્મની વાત કરીએ તો 1942માં હિન્દી ફિલ્મ ‘ખાનદાન’થી તેમને પહેલો બ્રેક મળ્યો હતો.
પ્રાણસાહેબ પોતાના કામને લઈને જેટલા સમર્પિત હતા એટલા સંબંધો નિભાવવામાં પણ પાવરધા હતા. ફિલ્મ બૉબી માટે પ્રાણસાહેબે માત્ર એક જ રૂપિયો ફી લીધી હતી. એવું કહેવાય છે કે અભિનેતા અને ફિલ્મના નિર્માતાએ તેમના તમામ પૈસા ‘મેરા નામ જોકર’માં લગાવી ચુક્યા હતા. ફિલ્મ નહીં ચાલતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા અને ‘બોબી’ ફિલ્મ પાસેથી તેમને અનેક આશાઓ હતી. બસ પ્રાણને આ વાતની જાણ થતા જ તેમણે ખુદ સામે ચાલીને એક રૂપિયાની ફી સ્વીકારી હતી.
એટલું જ નહીં પણ સદીના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનને ફિલ્મ જંજીર અપાવવામાં પ્રાણ સાહેબની મોટી ભૂમિકા છે. આ માટે એવું કહેવાય છે કે, પ્રાણસાહેબે જ અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘જંજીર’ અપાવી હતી અને ત્યારથી જ બચ્ચન સાહેબની કરિયરની ગાડી ફૂલ સ્પીડમાં આગળ વધી હતી. વેગ પકડ્યો હતો.
આ ફિલ્મમાં પ્રાણ શેરખાનની ભૂમિકામાં નજર આવ્યા હતા.
ફિલ્મોમાં ખલનાયક બનીને લોકોના દિલ જીતનાર પ્રાણ ખૂબ જ સ્વાભિમાની હતા. વર્ષ 1972માં આવેલી ફિલ્મ બેઈમાન માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે ફિલ્મફેર અવોર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ આ અવૉર્ડ તેમણે પાછો આપી દીધો. પ્રાણનું એવું માનવું હતું કે, એ સમયે રિલીઝ થયેલી ફિલ્મ ‘પાકીઝા’ને એવૉર્ડ ન આપીને ફિલ્મફેરથી ચૂક થઈ હતી.
આજે ભલે પ્રાણસાહેબ સદેહે આપણી સાથે હાજર નથી પણ તેઓ આપણા બધાના દિલમાં યાદ બનીને તો હમેશાં રહેશે.
12 જુલાઈ 2013ના દિવસે તેમનું નિધન થયું અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી. પોતાના અભિનયથી લોકોના હ્રદયમાં આજે પણ તેઓ જીવંત છે.