ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. છેલ્લાં અઢી વર્ષથી સેન્ચુરી અને છ મહિનાથી ઈન્ટરનેશનલ ફિફ્ટી બનાવી ન શકનારા કોહલી પર પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને પૂરો વિશ્વાસ છે.
કોહલીએ હાલમાં એક મહિનાનો બ્રેક લીધો છે અને કહેવાઈ રહ્યું છે કે હવે કોહલી પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરશે. કોહલીને હવે એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં જોવા મળશે.
રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું મારા અનુભવ સાથે કહી રહ્યો છું કે કોહલી કરતાં ફીટ અત્યારે કોઈ ભારતીય ક્રિકેટર નથી. તેના જેવી કોઈ મહેનત નથી કરતું. તે એક મશીન જેવો છે. જો તેના મગજમાં કોઈ વસ્તુ ફિટ હોય તો તે ધારે એ કરી શકે છે. કોહલી આજે પણ રનોનો ભૂખ્યો છે. હાલમાં તે ખરાબ ફોર્મમાં છે, પરંતુ જો તે પાછો ફર્યો તો રનોનો વરસાદ થશે એમાં કોઈ શક નથી.

Google search engine