હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ એસઆરકેની ફિલ્મ પઠાનની જ બોલબાલા જોવા મળી રહી છે. લોકપ્રિયતાની સર્વોચ્ચ શિખરે છે અત્યારે પઠાન ફિલ્મ. પઠાનના પ્રમોશન માટે શાહરુખ ખાને સોશિયલ મીડિયાનો ખૂબ જ ખૂબીથી ઉપયોગ કર્યો છે. પરંતુ આજે શાહરુખ ખાને ટ્વીટર પર કરેલું ટ્વીટ ખૂબ જ ચર્ચામાં છે. આ ટ્વીટથી કિંગખાન કોની સામે નિશાનો સાધી રહ્યો છે એવી ચર્ચા પણ નેટિઝન્સ વચ્ચે ચાલી રહી છે.
Maine socha Sher interview nahi karte toh iss baar main bhi nahi karunga!!! Bas Jungle mein aakar dekh lo. #Pathaan https://t.co/ORPf0LkKh9
— Shah Rukh Khan (@iamsrk) January 28, 2023
વાત જાણે એમ છે કે આજે શાહરુખ ખાને ટ્વીટર લાઈવ કર્યું હતું અને તેણે #AskSRK સેશન રાખ્યું હતું. જેમાં ફેન્સના સવાલોના જવાબ કિંગખાને આપ્યા હતા. આ જ સેશનમાં એક ફેને શાહરુખે પૂછ્યું હતું કે કોઈ પણ પ્રકારનું પ્રમોશન ના કર્યું હોવા છતાં આખરે પઠાન ફિલ્મ આટલી બધી લોકપ્રિય કઈ રીતે થઈ?ફેન્સના આ સવાલનો જવાબ આપતા એસઆરકેએ પોતાની ખાસ સ્ટાઈલમાં ઉત્તર આપતા જણાવ્યું હતું કે મેં વિચાર્યું કે સિંહ ક્યારેય ઈન્ટરવ્યુ આપવા નથી જતાં તો આ વખતે હું પણ ઈન્ટરવ્યુ નહીં આપું. બસ જંગલમાં આવીને જોઈ લો…#Pathaan. હવે શાહરુખ ખાન આ જવાબથી તે કોની સામે નિશાનો સાધી રહ્યો છે એવી ચર્ચા તેના ચાહકો વચ્ચે ચાલી રહી છે.
શાહરુખ ખાન અવારનવાર આસ્કએસઆરકે સેશનમાં તેના ચાહકો સાથે વાત કરે છે અને તેમના સવાલોના પોતાના અનોખા અંદાજમાં જવાબો આપે છે. કિંગખાનની ફિલ્મ પઠાનની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. પહેલાં જ દિવસે રેકોર્ડ બ્રેક કમાણી કરીને પઠાણે 100 કરોડનો આંકડો પાર કરી દીધો હતો. બીજા દિવસે કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ત્રણ દિવસમાં પઠાણે 300 કરોડની કમાણી કરી હતી.