ઉદયપુરમાં હિંદુ દરજીના હત્યારાઓ પાક ઉગ્રવાદી જૂથ દાવત-એ-ઈસ્લામી સાથે કનેક્શન

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે લઘુમતિ સમુદાયના બે શખસે કન્હૈયાલાલ નામના દરજીની હત્યા કરી હતી. આ ભયંકર હત્યાને કારણે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવમાં વધારો થયો છે અને પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે મોહમ્મદ રિયાઝ અને ઘૌસ મોહમ્મદ તરીકે ઓળખાતા બે ગુનેગારોએ કન્હૈયાલાલની હત્યા કરી હતી.
તપાસકર્તાઓનું માનવું છે કે ગુનાની કબૂલાત કરતા વીડિયો ઓનલાઈન પોસ્ટ કર્યા બાદ ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પાકિસ્તાન સ્થિત દાવત-એ-ઈસ્લામી સાથે સંબંધ ધરાવે છે . દાવત-એ-ઈસ્લામી મહમદ પયગંબરના સંદેશનો પ્રચાર કરતી બિન-લાભકારી સંસ્થા હોવાનો દાવો કરે છે. તે ઈસ્લામિક અભ્યાસમાં ઓનલાઈન કોર્સ ઓફર કરે છે અને ટેલિવિઝન ચેનલ પણ ચલાવે છે.
દાવત-એ-ઇસ્લામીની સ્થાપના મૌલાના ઇલ્યાસ અટારી દ્વારા 1981માં કરાચી, પાકિસ્તાનમાં કરવામાં આવી હતી. ત્યારથી, તે વિશ્વના લગભગ 194 દેશોમાં ફેલાઈ ગઈ છે. તેના સ્થાપકના નામને કારણે, સંસ્થા સાથે સંકળાયેલા લોકો પણ તેમના નામોમાં “અટારી” ઉમેરે છે. ઉદયપુરની ઘટનાનો એક આરોપી મોહમ્મદ રિયાઝ પણ પોતાના નામમાં અટારી નામનો ઉપયોગ કરે છે.
1989માં પાકિસ્તાનના ઉલેમા (વિદ્વાનો)નું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું. ચર્ચાઓ પછી, દાવત-એ-ઈસ્લામીની સ્થાપના પણ અહીં કરવામાં આવી હતી, જેનું મુખ્ય મથક દિલ્હી અને મુંબઈમાં હતું. એક ટોચના કાર્યકારી સૈયદ આરીફ અલી અત્તારી, ભારતમાં સંગઠનને વધુ વિસ્તૃત કરવા માટે કામ કરી રહ્યા છે. તબલીગી જમાતની જેમ, દાવત-એ-ઇસ્લામીના સભ્યો ઇસ્લામ અને પયગંબરનો સંદેશ ફેલાવવા માટે ચોક્કસ દિવસોમાં પ્રવાસ કરે છે અને પયગમ્બરના જન્મદિવસના અવસર પર, સંગઠન મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં સરઘસ કાઢે છે.
દાવત-એ-ઈસ્લામી પર અનેક પ્રસંગોએ ધર્મ પરિવર્તનનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેઓ લોકોને કટ્ટરપંથી બનાવવાની વિશેષ તાલીમ પણ આપે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓ તપાસ કરી રહ્યા છે કે શું સંગઠન દ્વારા કટ્ટર ઈસ્લામવાદમાં બે આરોપીઓને ભ્રમિત કરવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે હત્યા બાદ બંને આરોપીઓ અજમેર શરીફ જઈ રહ્યા હતા. રાજસ્થાન પોલીસની SIT અને રાષ્ટ્રીય તપાસ એજન્સી હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ ઉગ્રવાદીઓના નેટવર્કનો ભાગ હતા કે કેમ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.