ફિલ્મમેકર કરન જોહરના ચેટ શોના લેટેસ્ટ એપિસોડમાં એક્ટ્રેસ કિયારા અડવાણી અને શાહિદ કપૂર મહેમાન તરીકે આવ્યા હતાં ત્યારે કરને કિયારાના બેડ સિક્રેટ્સ જાણવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં તેણે કિયારાના સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના પ્રેમ સંબંધો વિશે પણ સવાલ પુછ્યા હતાં. નોંધનીય છે કે સિદ્ધાર્થ વિકી કૌશલ સાથે આ શોમાં આવ્યો હતો અને તેણે કિયારા સાથેના પ્રેમ સંબંધોનો સ્વીકાર કર્યો હતો. આ વિશે કિયારાએ કરણને જણાવ્યું હતું કે, હું સિડને શેરશાહ ફિલ્મ સાઈન કરી ત્યારથી ઓળખું છે. આ ફિલ્મ દરમિયાન અમે એકબીજા સાથે વાતચીત કરવાની શરૂઆત કરી હતી. દરમિયાન કરને કહ્યું હતું કે, લસ્ટ સ્ટોરીઝના શૂટિંગ દરમિયાન પણ સીડ આવ્યો હતો અને તે સમયે સિડ અને કિયારા પહેલી વાર એકબીજાને મળ્યા હતાં.

ચેટ શોમાં શાહિદ કપૂરે પણ પણ મજાકમાં કહ્યું કે, તને હજી સુધી યાદ છે કે તમે કેવી રીતે મળ્યા હતા? કિઆરા બોલી હતી કે તે આ બધું ક્યારેય ભૂલી શકે નહીં.

શોમાં કરન જોહરે કિઆરાને સવાલ કર્યો હતો કે બેડમાં તેનો રોલ શું હોય છે? ચોર કે પોલીસ? આ સાંભળીને કિઆરાને નવાઈ લાગી હતી અને પછી તેણે હસતા હસતા જવાબ આપ્યો હતો કે મારી મમ્મી પણ આ શો જુએ છે. કરને સામે કહ્યું હતું કે તો શું? તેણે કિઆરાને સવાલ કર્યો હતો કે તેની માતા એવું વિચારે છે કે તે હજી સુધી વર્જિન છે? એક્ટ્રેસે કહ્યું હતું કે તેને એવી જ આશા છે.

Google search engine