ખારદાંડા સ્મશાનભૂમિ તાત્પૂરતા સમય માટે રહેશે બંધ.

આમચી મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત એચ-પશ્ર્ચિમ વોર્ડમાં આવેલી ખારદાંડા સ્મશાનભૂમિનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી આ સ્મશાનભૂમિ બુધવાર, ૧૦ ઑગસ્ટ, ૨૦૨૨થી તાત્પૂરતા સમય માટે બંધ રહેશે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઠેકાણે પારંપારિક સ્મશાનભૂમિ સહિત વિદ્યુત અને ગૅસ પર આધારરિત સ્મશાનભૂમિ ચલાવવામાં આવે છે. તેમાંથી એક રહેલી ખારદંડાની સ્મશાનભૂમિમાં ૧૦ ઑગસ્ટથી સમારકામ કરવામાં આવવાના છે. તેથી તાત્પૂરતા સમય માટે તે બંધ કરવામાં આવશે. અંતિમ સંસ્કાર માટે પર્યાયી વ્યવસ્થારૂપે નાગરિકોને એચ-પશ્ર્ચિમ વોર્ડમાં સાંતાક્રુઝમાં રહેલી સ્મશાનભૂમિ ઉપલબ્ધ રહેશે એવું પાલિકાએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.