Homeઆમચી મુંબઈવેલેન્ટાઈન્સ ડેની ગિફ્ટ મેળવવાની લાલચમાં ખારની મહિલાએ ૩.૬૮ લાખ રૂપિયા ગુમાવ્યા

વેલેન્ટાઈન્સ ડેની ગિફ્ટ મેળવવાની લાલચમાં ખારની મહિલાએ ૩.૬૮ લાખ રૂપિયા ગુમાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ગિફ્ટ આપવાની લાલચે સાયબર ઠગે ખારની મહિલા પાસેથી ૩.૬૮ લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરી હતી. વધુ રૂપિયા ન આપે તો કઢંગી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આરોપીએ આપી હતી. ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે આરોપીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. એ રિક્વેસ્ટ તેણે એક્સેપ્ટ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ ઈટલીના નાગરિક તરીકે આપી હતી અને પોતે શિપ પર લેવલ ટુ ઑફિસર હોવાનું કહ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર ચૅટિંગ દરમિયાન આરોપીએ મહિલાનો વ્હૉટ્સઍપ નંબર માગ્યો હતો, જે મહિલાએ આપ્યો હતો. મિત્રતા કરી આરોપીએ મહિલાનો વિશ્ર્વાસ કેળવ્યો હતો. આરોપીએ કરેલી વિનંતીથી મહિલાએ તેની કઢંગી હાલતમાંની તસવીરો પણ વ્હૉટ્સઍપ પર મોકલી હતી. ફરિયાદ અનુસાર ૮ ફેબ્રુઆરીએ આરોપીએ વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે મોટું ગિફ્ટ અને પાર્સલમાં દોઢ લાખ યુરો મોકલાવી રહ્યો હોવાનું મહિલાને કહ્યું હતું. બે દિવસ પછી મહિલાને કુરિયર કંપનીમાંથી ફોન આવ્યો હતો અને હેવી વેઈટ ચાર્જીસ ભરવા પડશે એમ કહ્યું હતું. ત્યાર બાદ વિવિધ કારણો રજૂ કરી મહિલાને ૩.૬૮ લાખ રૂપિયા અલગ અલગ બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરવા ફરજ પડાઈ હતી. પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ ખાર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular