ખાણી-પીણી – રેખા દેશરાજ
આપણે હંમેશાં સાંભળીએ છીએ કે ખૂબ પાણી પીવું શરીર માટે સારું છે. માટે પાણી પીતા રહેવું જોઈએ. અને કેટલાક લોકો આ વાતની અક્ષરસ: પાલન કરતા હોય છે. પણ અતિ સર્વત્ર વર્જયેતના ન્યાયે જરૂર કરતા વધારે પાણી પીવું પણ યોગ્ય નથી. હિન્દી ફિલ્મોમાં તમે ડાયલોગ સાંભળ્યા હશે કે “તુજે બીના પાની માછલી કી તરહ તડપા તડપા કર મારૂંગા. પણ માન્યામાં ન આવે તેવી હકીકત છે કે પાણીનો અતિરેક પણ મૃત્યુનું કારણ બની શકે છે! એક શોધ પ્રમાણે વધારે પડતું પાણી પીવાથી શરીરમાં સોડિયમની માત્રા બહુ ઓછી થઇ જાય છે. શરીરમાં વધી ગયેલા પાણીને કારણે સોડિયમ તેમાં ભળી જાય છે. સોડિયમની માત્રા જો શરીરમાં ઓછી થઇ જાય તો શરીર અને મગજ બંનેની કોશિકાઓમાં સોજો આવી જાય છે, જેને મેડિકલ ભાષામાં સેરિબ્રલ ઓએડેમા કહેવાય છે. તેનાથી પીડિત વ્યક્તિ કોમામાં ચાલ્યો જાય છે અને તેનું મૃત્યુ થવાની શક્યતા રહેલી છે. વધારે પડતું પાણી પીવાથી મગજના કાર્યમાં બાધા ઉત્પન્ન થાય છે, જેને વોટર પોઇઝનિંગ કહે છે. આ સ્થિતિ ત્યારે પેદા થાય છે જયારે લોહીમાં પાણીની માત્રા વધી જાય.
મગજની કોશિકાઓમાં સોજો આવવાથી વ્યક્તિને ભ્રમ, અનિંદ્રા, ક્રેમ્પ, માંસપેશીઓમાં નબળાઈ અને હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ થઇ શકે છે. જરૂરિયાતથી વધારે પાણી પીવાથી ઓવર હાયડ્રેશનની સમસ્યા પેદા થાય છે. તેને વોટર ઈન્ટોક્સિકેશન કહેવાય છે. તેને કારણે ‘મોળો જીવ’ થાય છે, ઊલ્ટીઓ થાય છે, સતત માથું દુખે છે, મગજ કોઈ વાતમાં સ્પષ્ટ નિર્ણય લેવામાં અસમર્થ બને છે. આવી સ્થિતિમાં પણ કોમામાં જવું કે મૃત્યુ થવાની શક્યતા રહેલી છે. પણ સવાલ એ છે કે કેવી રીતે નક્કી કરવું કે કેટલું પાણી પીવું જોઈએ? કારણ, આજકાલ તો ‘ખૂબ પાણી પીઓ’ તેવી સલાહ દરેક વ્યક્તિ આપે છે. ભલેને આ વાતમાં એબીસીડી પણ ન ખબર હોય! તેને કારણે મૂંઝવણ વધી જાય છે. શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ. તેનો અર્થ એ કે જયારે તરસ લાગે ત્યારે પાણી પીવું. મોટા ભાગના લોકો માટે દિવસના આઠ ગ્લાસ કરતાં થોડું ઓછું પાણી પૂરતું હોય છે. જોકે, ઘણાને તેનાથી વધુ પાણીની પણ જરૂર હોઈ શકે છે. તેથી ડૉક્ટરની સલાહ લઈને પાણી વધતું કે ઓછું પીવું તેનો નિર્ણય કરવો વધારે યોગ્ય છે. આમ તો, ડૉકટરોના સાધારણ અનુમાન મુજબ ગરમ પ્રદેશોમાં પણ દિવસનું બે લિટર પાણી પીવું પૂરતું હોય છે.
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ એડવાઈઝરી મુજબ તમારે રોજ છ થી આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ. તેમાં દૂધ, સોફ્ટ ડ્રિન્ક, અને ચ્હા – કોફી પણ સામેલ છે. પણ આપણે પૂરતું પાણી પી રહ્યા છીએ કે નહીં એ ખબર કેવી રીતે પડે? તેનો સરળ જવાબ છે કે જો તમને તરસ ન લાગતી હોય તો તમે પૂરતું પાણી પી રહ્યા છો. તેને પારખવાનો બીજો રસ્તો છે તમારા પેશાબને પારખવાનો. તમને રંગહીન પેશાબ આવે છે કે થોડો પીળો? જો હા, તો તમે પૂરતું પાણી પી રહ્યા છો. પાણી પીવા બાબત કેટલી સાવધાની પણ જરૂરી છે. જેમકે, તમારી આદત મુજબ ભોજનની વચ્ચે કે પછી પાણી પીવું. જો તમે નિયમિત કસરત કરતા હો, તો તેની પહેલા, વચ્ચે અને પછી થોડું પાણી પી લેવું જોઈએ.
પાણી પીવાની જરૂરિયાતનો સૌથી સરળ અને વૈજ્ઞાનિક રસ્તો એટલે, તમને જેવી તરસ લાગે કે તરત પાણી પી લેવું જોઈએ, પરંતુ એ પણ જાણી લો, કે શરીરને હાઈડ્રેટેડ રાખવા પાણી એકમાત્ર ઉપાય નથી. તમારા ખાવા-પીવા થી પણ શરીર હાઈડ્રેટેડ રહે છે. જો તમારા ખાવા-પીવામાં પર્યાપ્ત ફળ, લીલાં શાક, દૂધ, જ્યુસ, હર્બલ ચ્હા, કોફી વગેરે ભરપૂર શામેલ હોય તો એ ચીજો પણ પાણીની જરૂરિયાત અમુક હદ સુધી પૂરી કરે છે. ક્યારેક આપણા શરીરને વધારે પાણીની પણ જરૂર હોય છે. જેમકે, ગર્ભવતી અને દૂધ પીતા બાળકની માતાઓને પાણીની જરૂરિયાત વધુ હોય છે.
જો કોઇને સતત તાવ હોય કે ઊલ્ટીઓ થતી હોય, ત્યારે પણ પાણીની જરૂરિયાત વધારે હોય છે. કેવું પાણી પીવું જોઈએ? તો, રૂમ ટેમ્પરેચર અથવા હૂંફાળું ગરમ પાણી પીવું સૌથી યોગ્ય છે. ઉ