Homeઉત્સવખામોશ તહેકીકાત જારી થી, જારી હૈ ઔર જારી રહેગી જબતક દિલ્હી મે...

ખામોશ તહેકીકાત જારી થી, જારી હૈ ઔર જારી રહેગી જબતક દિલ્હી મે હમારી સરકાર નહીં બનેગી!!!

પ્રાસંગિક -ભરત વૈષ્ણવ

મિ. ગિરધરલાલ યુ એન્ડ રાજુ રદ્ી આજે જ નવી દિલ્હી પહોંચો. એકાઉન્ટ સેક્શનનમાંથી સર્વોદય એકસપ્રેસ ટ્રેનની સેક્ધડ કલાસની ટિકિટો અને રોજના રૂપિયા ૧૦૦ લેખે ક્ધવેયન્સ એલાઉન્સ મળી જશે. ડોન્ટ વેસ્ટ ટાઇમ. ખોટા રૂપિયાની જેમ પરમ દિવસે પાછા આવી જજો. સેર સપાટામાં ફિજુલ ટાઇમ બગાડતા નહીં. એસેમ્બલી ચાલુ છે. તેનું પણ કવરેજ તમારે કરવાનું છે. નાવ યુ કેન ગો! આટલું કહી બખડજંતર ચેનલના કર્તા, હર્તા, સમાહર્તા, નુકસાનકર્તા બેમાથાળા બોસ બાબુલાલે ચાના કપમાં વળેલી તરને જમણા હાથની ત્રીજી આંગળીથી કપમાંથી બહાર કાઢી ચાથી ટપકતી તરવાળી આંગળી મોંમા મુકી તર બિલાડી ટાઇલ્સ પર પડેલ દૂધ ચાટે તેમ ચાટી ગયો!!! ભૂખડ અને માખીચુસ કંજૂસ. પછી ઠંડી પડેલી ચા શરબતની જેમ ગાળના સબડકા ભરે તેમ એક શ્ર્વાસે ગટગટાવી ગયો. હોઠ પરની ચા બુશકોટની ડાબી બાંય હોઠ લગી જઇ લૂંછી નાંખી. સામે હું ઉભો હતો તો કર્ટસી ખાતર પણ મને ચા ઓફર ન કરી.
અમે ચેમ્બર (બોસની ચેમ્બરને ગેસ ચેમ્બર કહીએ છીએ.) હિટલર જેવી ગેસ ચેમ્બર નહીં. એ સાલ્લો કરકસરના નામે રૂમ ફ્રેશનર પણ વાપરતો નથી. એટલે એની ચેમ્બર વિવિધ પ્રકારના વાયુથી ગંધાતી રહે છે!!! બહાર આવ્યો. બોસે આપેલું કવર ખોલ્યું. માનો આફતનું પડીકું ખોલ્યું. કવરમાં સીબીઆઈ, નવી દિલ્હી. સિસોદિયા -ખ્વાબ કેસ લખેલ!!! માર્યા ઠાર. પેન્ટાગોનમાં ઘૂસવા જેટલું દુષ્કર સીબીઆઈની સિકયોરિટીના અભેદ કિલ્લામાં સેંધ મારવા જેવું કામ!!!
હું અને રાજુ રદ્ી યેનકેન પ્રકારેણ સીબીઆઇમાં દાખલ થયા. એક રૂમમાં બળદિયાની રીમાન્ડ ચાલી રહી હતી. એક ટેબલ પર પિત્ઝા, પાસ્તા, બર્ગર, ગ્રીલ સેન્ડવિચ, કોલ્ડડ્રિંક, ચા ,કોફી વગેરે રીમાંડની સામગ્રી હતી.
સીબીઆઈની કાલ્પનિક ઇન્ટરોદેશનની વિગતો માણો!!!
ઓફિસર-વેલકમ સર!
બળદિયા હાથ જોડી અભિવાદન કરે છે. જોયું, બળદિયો કેવો અકડું છે. તપાસમાં સહકાર આપતો નથી. વેલકમના જવાબમાં થેંકસ અગર ઓકે એમ બોલી શકયો હોત. બેટમજી અરવિંદના જોરે કૂદે છે. એને પણ લપેટવો પડશે!!! એક રોલા જેવી એટલે કરમચંદ જાસૂસની કીટી જેવી બધી લખાપટી, તહોમતદારની વર્તણૂકનો એનાલીસીસ કરી રહી હતી!!!
ઓફિસર- બળદિયા તમારું નામ શું છે?? ધરમ પાજી ‘શોલે’મા બસંતીને આવું જ કાંઇક પૂછેં છે ‘બસંતી તેરા નામ કયાં હૈં?
બળદિયા- પ્લીઝ સી યોર પેપર્સ!!!
જોયું કેવી અવળચંડાઈ!!! અસહકારની હદ હોય!!! બેચાર શાળા બનાવી એમાં આટલો ઘમંડ. આપણા સાહેબે કેટલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી, સાહેબમાં લેશમાત્ર ઘમંડ છે? બળદિયા સાહેબ પાસેથી નમ્રતા શીખ!!! સીધેસીધું નામ બોલે તો એલજી (લેફટેનન્ટ ગવર્નર) લેફટેનન્ટ ગવર્નર તો લશ્કરમાં હોય. નેશનલ કેપિટલ સિટીમાં એલ.જી. કા કયાં કામ હૈ!!!
ઓફિસર- બળદિયા અત્યારે શું છે?
બળદિયા- સવાલ અસ્પષ્ટ છે. ચોક્કસ બાબત પૂછો. વેગ સવાલ ન પૂછો. યુ આર વેસ્ટિંગ અવર પ્રેસિયસ ટાઇમ. ટાઇમ ઇઝ મની!!! સાલાએ લાંબું ભાષણ ભરડી નાંખ્યું!
ઓફિસર- હું કહું દિવસ છે તમે શું કહેશો?
બળદિયા- મારે અરવિંદને પૂછવું પડશે!!! જોયું આટલો સરળ સવાલ પણ કેવો ગપચાવી ગયો. તપાસમાં સહકાર આપવા જ માગતો નથી.
ત્યાં સેવક કૂકીઝ, સેન્ડવીચ લઇને આવ્યો.
બળદિયા- હું ખાતો નથી. ખાવા દેતો નથી.
ઓફિસર- આ તો મોટા સાહેબનો તકિયા કલામ છે.
બળદિયા- હું પીતો નથી!
ઓફિસર- સર તમે પીતા નથી, તો પણ એક અબજનું સ્કેમ કર્યું. તમે પીતા હો તો કેટલા અબજોનું સ્કેમ કર્યું હોત! તમે ન
ખાઇ પીને તપાસમાં સહકાર આપતા નથી.
ઓફિસર- ખ્વાબનીતિ વિશે વાત કરો.
બળદિયા- સર ,પ્લીઝ સી ઇન નોટિસ ઇનર પેજ ૧૧૮૭ -૧૧૮૯. બધી વિગતો છે. આમાં પણ મારો બેટો સીધો જવાબ આપતો નથી. બગાસુ ખાવા કે પાણી પીવા ના છૂટકે અને ના ઇલાજે મોઢું ખોલે છે! આના કરતાં તો ઉનાળામાં હાંફતા શ્ર્વાન વધારે સમય મોઢું ખોલે છે!
ઓફિસર- તમે ખ્વાબનીતિથી જીએસટીની આવકને કમરતોડ ફટકો માર્યો છે. તમે રાજ્યની રાજસ્વમાં આઠ હજાર કરોડનું નુકસાન કર્યું છે. તમારી સરકાર આવક વધારવા તનતોડ મહેનત કરે છે. અમે સુલભ શૌચાલયના વપરાશના યુઝર ચાર્જ પર અઢાર ટકા ગબ્બર સિંગ ટેકસ લગાડ્યો છે. હવે અઠાવીસ ટકા જીએસટી કરવાના છીએ. સરકાર માટે કાયમી આમદની ઊભી કરી છે. શું જવાબ છે તમારો?
બળદિયા- અમારી સરકાર મજદૂર, પાનવાળા, ચાવાળા, રેંકડીવાળા, રેવડીવાળા( અહીં તમે જે સમજો છો એ રેવડીની વાત છે. એટલે ગદ્ારોને ગોળી મારવાની વાતનો મતલબ નથી.) અમે દરેક લોકો ભય, ભૂખ, ભ્રષ્ટાચાર વિના સૌના સાથ સૌના પ્રયાસથી કલરફૂલ નહીં પણ શ્ર્વેત શ્યામ સપનાં જુવે, સપનાં પાછળ ભાગે તેવી અમારી નેમ છે!
ઓફિસર- આ નીતિ તમે બહાર પાડી, પાછી રદ કરી એનો મતલબ શું છે?
બળદિયા- રાજ્ય સરકારના કામકાજના નિયમો મુજબ અમને પાવર છે. અમે ધારીએ ત્યારે સુધારા કરી શકીએ. એલજી સાહેબ અમારા કામમાં ટાંગ ન અડાડી શકે. અમે શહીદ ભગતસિંહના સંતાનો છીએ. અમે એલ.જી.ને ગણતા નથી, ગણવાના પણ નથી! અમે અરાજકતાવાદી નથી!
ઓફિસર- આ ખ્વાબ પોલિસી માટે કોણ જવાબદાર છે?
બળદિયા- નો કોમેન્ટ
ઓફિસર- બળદિયા યુ હેવ ટુ આન્સર ઇટ!
બળદિયા- આ નીતિ માટે અન્ના હજારે જવાબદાર છે. મૌની બાબા મનમોહનસિંહ જવાબદાર છે. અમારી ફાઇલ એલજીએ મંજૂર કરી તે પણ જવાબદાર છે!
આટલા ઇન્ટરોગેશન પછી પણ સીબીઆઇએ કોર્ટમાં રિપોર્ટ કે આરોપી તપાસમાં સહકાર આપતા નથી. સવાલોના જવાબ ગોળ ગોળ આપે છે, પરંતું જવાબ લંબચોરસ, ચોરસ, ત્રિકોણ કાટકોણ કે ષટ્કોણ આપતા નથી! અધૂરામાં પૂરું એમસીડીમાં મેદાન મારી ગયા. પંદર વરસથી ખુરશી પર ચિટકયા છે પણ ઊખડતા નથી!
ખામોશ તહેકીકાત જારી થી, જારી હૈ ઔર જારી રહેગી, જબતક દિલ્હીમે હમારી સરકાર નહીં બનેગી!
(આ લેખ કાલ્પનિક છે. હાસ્ય નિષ્પન્ન કરવાના હેતુસર લખેલ છે. મહેરબાની કરી બંધબેસતી પાઘડી પહેરવી નહીં!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular