કેવડીયા ખાતે બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર્યટકોમાં ભારે જાણીતું થયું છે. અહીં નર્મદાના કીનારે ગીંગાતીરે થતી આરતી જેવી જ આરતી થાય છે. આ આરતીના સમયમાં અને લેઝર શોના સમયમાં ક્લેશ થતો હોવાથી હવે નર્મદા આરતીનો સમય પંદર મિનિટ મોડો કરવામાં આવ્યો છે. શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપીંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. ૨૮/૦૨/૨૦૨૩ એટલે કે મંગળવારથી સાંજના ૦૭.૦૦ કલાકનાં બદલે ૦૭.૧૫ કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો)શરૂ કરવામાં આવશે તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી સાંજે ૭.૪૫ કલાકના બદલે સાંજે ૮.૦૦ કલાકથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, અત્રે લેસર શો માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) જ્યારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય અત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલી બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે. મહાઆરતી પૂર્ણ થયેથી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા આયોજન કરવામાં આવેલ છે.
કેવડિયા: નર્મદાની મહાઆરતી કરવા જવાનું વિચારી રહ્યા હોવ તો ફટાફટ જાણો બદલાયેલો સમય
RELATED ARTICLES