કેજરીવાલની ગુજરાતને ગેરંટી: 300 યુનિટ વીજળી મફત આપીશું, સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Surat: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોના જનતાને વાયદાઓ આપવાનું શરૂ થઇ ગયું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મોંઘી વીજળી અંગે ભાજપ સરકારને ઘેરવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીએ ‘વીજળીની ગેરંટી’ અભિયાન શરુ કર્યું છે. આજે સુરત આવેલા આરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. આજે કેજરીવાલ વિધાનસભાના ચૂંટણી પહેલા સુરત અને તાપી જિલ્લામાં AAPનું સંગઠન મજબૂત બનાવવા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યુ હતું કે, જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે. AAPની સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. અમારી બીજી ગેરંટી એ છે કે ગુજરાતમાં જ્યાં વીજળી કાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે. અમે રાજકારણ કરવા નથી આવ્યા. અમે પ્રામાણિક સરકાર ચલાવીએ છીએ અને અમે માત્ર સાચી વાત જ કહીએ છીએ. દિલ્હી અને પંજાબમાં અમારી સરકારે કરી બતાવ્યું છે. ખેડૂતો માટે વીજળીનું અમે અલગથી વિચારી રહ્યા છે. આ ખૂબ મોટો મુદ્દો છે તેને લઈને આગામી દિવસોમાં ફરીથી હું ગુજરાતમાં આવીશ અને આ મુદ્દે વાત કરીશ.

“>

તેમણે દારૂબંધી અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે દારૂબંધી છે તેને યથાવત રાખવામાં આવશે ઉપરાંત તેનું યોગ્ય રીતે પાલન કરાવવામાં આવશે. આજે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે.દારૂબંધી હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યો છે તેના પૈસા કોની પાસે જાય છે?

વડાપ્રધાન મોદીએ આપની ફ્રી વીજળીની વાતને રેવડી ગણાવી હતી. તેનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે રેવડી ભગવાનના પ્રસાદ તરીકે મળે છે. લોકોને મફતમાં વીજળી મળે, હોસ્પિટલમાં સારી સુવિધા મળે આ બધો ભગવાનનો પ્રસાદ છે. પોતાના મિનિસ્ટરોને જે મફતમાં સુવિધાઓ આપવામાં આવે છે એનું શું? ભાજપ એવું સમજે છે કે આ લોકો આપણા સિવાય બીજા કશે જવાના નથી એમ એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ આ વખતે ગુજરતના લોકો હિંમતપૂર્વક આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં લઇ આવો.

1 thought on “કેજરીવાલની ગુજરાતને ગેરંટી: 300 યુનિટ વીજળી મફત આપીશું, સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે

 1. Question to Kejariwal:
  1. In the unlikely event of AAP wresting power in Gujarat how would you pay for this freebee?
  2. With drastically reduced revenue from electric bills how would you fund maintenance of the grid?
  3. Due to this largess electric demand will soar requiring additional generating plants. With this profligate
  spending the interest rate would be higher when you would have to borrow. How would you pay them?
  4. If you cover these expenses by increasing taxes wouldn’t that be a slight of hands–giving with one
  hand and taking back with the other?
  5. The skyrocketing demand would cause brown out damaging appliances and borewell pumps. People
  would have to bear the costs of repairs and replacements. Be honest and direct and do acknowledge
  that this would occur.
  6. Resulting power-related problems industries would flee the state thereby increasing unemployment.
  How would you or rather could you stem that?
  Nothing is life is free. If someone gets something for free, someone else has to pay for it. I would strongly urge citizens of Gujarat not to fall in this erstwhile Congress trap and fall back into being paupers from being prosperous. You have Punjab’s example in front of you. That state fell from the top to being bankrupt and insolvent. IK Gujaral had wiped out Punjab’s debt before. Don’t expect PM Modi to do the same for Gujarat. He has the whole country’s future to think and worry about. As for Kejariwal I would recommend that he needs to take a course in Economics. Then he may sing a different tune; or would he?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.