કેજરીવાલનો ગુજરાત સરકારને પડકાર! કહ્યું, ગુજરાતમાં પણ ફ્રી વીજળી મળશે, એ માટે સત્તા પરિવર્તન કરવું પડશે.

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતની ભાજપ સરકાર (BJP Government of Gujarat)ને ઘેરવા માટે મફત વીજળીનો મુદ્દો ઉગામ્યો છે.

ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે વીજળી મુદ્દે પ્રજા સાથે સંવાદ કર્યો હતો. તેમણે વીજળીના ઊંચા બિલથી પરેશાન લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. બાદમાં લોકોને સંબોધતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પણ વીજળી મફત મળી શકે અને તેનું સમાધાન લઈ આવતા રવિવારે ફરી ગુજરાત આવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ હવે દર અઠવાડિયે ગુજરાત આવશે અને અલગ અલગ મુદ્દાઓ પર સંવાદ કરશે.

YouTube player

લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, ‘અમે દિલ્હી અને પંજાબમાં કામ કરીને બતાવ્યું છે. અમે કહીએ છીએ એ કરીને બતાવીએ છીએ. અમારા કાર્યકરો દોઢ વર્ષથી ગુજરાતના ગામડાઓમાં ફરી રહ્યા છે, લોકો તકલીફમાં છે. ગુજરાતમાં આટલી મોંઘી વીજળી કેમ છે. ગુજરાતમાં પ્રધાનો જલસા કરે છે તેમની ઓફિસમાં, ઘરમાં અને ટોયલેટમાં પણ એસી લાગેલા હોય છે. તેમનું વીજળી બિલ ઝીરો આવે છે. ખરેખર જે સુવિધા પ્રધાનોને મળે તે જનતાને મળવી જોઈએ. અમે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે એ કામ ગુજરાતમાં પણ કરવા માંગીએ છીએ. ગુજરાતમાં પણ વીજળી સસ્તી અને ફ્રી જોઈએ તો તેના માટે સત્તા પરિવર્તન કરવું પડશે. ઇમાનદાર સરકાર લાવવી પડશે. આ સરકારને પ્રજાને લૂંટવી છે માટે તેઓ વીજળી ફ્રી નથી કરતા.’

“>

તેમણે દિલ્હી અને પંજાબની AAP સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું હતું કે, ‘આજે દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે. 7 વર્ષથી દિલ્હીમાં વીજળીના ભાવ નથી વધ્યા. દિલ્હીમાં 73 ટકા લોકોના બિલ ઝીરો આવે છે. 1લી જુલાઈથી પંજાબમાં ફ્રી વીજળી આપવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં 70થી 80 ટકા લોકોના બિલ ખોટા આવે છે. જ્યારે મીટર બદલવા માટે પણ પૈસા લેવામ આવે છે.’

ત્યારે હાજર રહેલા લોકોએ ફરિયાદ કરી હતી કે બે વર્ષથી ખેતી માટે વીજ જોડાણ લેવા માટે ધક્કા ખાઈ થાકી ગયા પરંતુ કનેક્શન નથી મળતા. સરકાર ખેડૂતોને રાત્રે 4 કલાક જ વીજળી આપે છે. 2016માં લાઈટનું બિલ 3500 આવતું હતું. હવે 10,000 આવે છે. સોલાર પેનલ લગાવી પણ તેમાં બિલમાં ક્રેડિટના વધારાના પૈસા કંપની આપતી નથી.

1 thought on “કેજરીવાલનો ગુજરાત સરકારને પડકાર! કહ્યું, ગુજરાતમાં પણ ફ્રી વીજળી મળશે, એ માટે સત્તા પરિવર્તન કરવું પડશે.

  1. Freebees are fast track to nowhere. Nothing in life free. Punjab made electricity free for farmers. Power consumption sky-rocketed. Resulting low voltage burned down many submersible pumps. They had to be pulled out and sent for rewinding. This cost farmers had to bear. This is a gift of free electricity. Punjab used to be the richest state in India. Now it has slipped down several places. Resulting water overdraw has made water table fall drastically. So the pumps have to be lowered further in the well incurring extra cost to farmers. This is a free gift of electricity. The burden is borne by the population as well with higher price and load-shedding. Budget cuts had to be made in other important areas such as education and healthcare etc. Add up ALL these costs and see that free electicity is very costly indeed! Some former IAS officers who had worked in Punjab have stated that the dismal condition of the state would qualify it as insolvent and bankrupt if it were a country. Free electricity is a slippery slope. It is better to be avoided.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.