ગુજરાતમાં ભાજપને અભૂતપૂર્વ બહુમતી મળી છે ત્યારે આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકોમાં જ સમેટાઈ ગઈ છે. પરંતુ AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હુંકાર કરતા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘AAP તો એક નાનકડી યુવાન પાર્ટી છે. જેની સ્થાપનાને માત્ર દસ વર્ષ થયા છે. આટલા ટૂંકા સમયમાં રાષ્ટ્રીય પાર્ટી બનવું એ મોટી વાત છે. ગુજરાતની જનતાનો આભાર.’
કેજરીવાલે કહ્યું હતું કે, ‘અમે આ સકારાત્મક ચૂંટણી કેમ્પેઇન ચલાવ્યું હતું. અમે માત્ર જે કર્યું છે તેની જ વાત કરી છે. અમે દિલ્હીમાં અને પંજાબમાં જે કરી બતાવ્યુ છે તેની વાત કરી છે. અમે કોઈને ગાળો નથી આપી કોઈના વિશે ખરાબ નથી બોલ્યા. આ જ અમને અન્ય પક્ષોથી અલગ બનાવે છે. AAP પહેલી એવી પાર્ટી છે જે દેશને નંબર 1 બનાવવાની વાત કરે છે. અમે સરીફ લોકો છીએ, દેશભક્ત લોકો છીએ, પ્રમાણિક લોકો છીએ. આ ઓળખ જાળવી રાખવી પડશે. આટલો પ્રેમ આપવા બદલ ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર.’
AAPના મુખ્યપ્રધાનના ચેહરા ઈસુદાન ગઢવીની ખંભાળિયા બેઠક પર હાર થઇ છે. તેમણે હાર સ્વીકારી પ્રજાના ચુકાદાને આવકાર્ય ગણાવ્યો છે. ઈસુદાન ગઢવીએ કહ્યુ કે 2024 અને 2027 મા ફરી જોમ જુસ્સા સાથે ફરી મેદાનમાં આવીશું.
કેજરીવાલનો હુંકાર: આ વખતે કિલ્લો ભેદ્યો છે આવતી વખતે જીતી લઈશું
RELATED ARTICLES