Homeઆપણું ગુજરાતઆજે નવ વાગે કેજરીવાલ કરશે ગુજરાતના લોકો સાથે સીધો સંવાદ

આજે નવ વાગે કેજરીવાલ કરશે ગુજરાતના લોકો સાથે સીધો સંવાદ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિજયના વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટી રાજ્યના નાગરીકો સાથે વધુને વધુ સીધો સંપર્ક સાધી રહી છે. હાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વધુને વધુ લોકો સુધી પહોંચવા આમ આદમી પાર્ટી પ્રયાસો કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રાત્રે નવ વાગ્યે સોશિયલ મીડિયા પર લાઈવ રહીને લોકો સાથે સીધી વાત કરશે.
ફિલ્મ જગતના સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો સોશિયલ મીડિયા પર લઈવ થઇને પ્રશંસકો સાથે સવાલ જવાબ કરતા હોય છે ત્યારે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચારનો નવો ચીલો ચાતર્યો છે. આજે રાત્રે 9:00 વાગે તેઓ ટ્વીટર, ફેસબૂક અને યુટ્યુબના માધ્યમથી ગુજરાતના લોકો સાથે સીધો સંવાદ કરવાના છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી છે. તેમની સાથે સુરતના ઉમેદવાર અને પક્ષના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, AAPના મુખ્ય પ્રધાનના ચહેરા ઈશુદાન ગઢવી પણ જોડાશે અને લોકોના સવાલોના જવાબ આપશે.

“>

આજે રવિવારે સુરતમાં તેમણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે વાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular