મહાઠગ તરીકે કુખ્યાત બનેલા સુકેશ ચંદ્રશેખરે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે અરવિંદ કેજરીવાલ પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. તેણે રાજ્યસભાની સીટ ઓફર કરવાનો પણ દાવો કર્યો છે.
સુકેશે ચંદ્રશેખરે પોતાના પત્રમાં લખ્યું કે ટ્વિટ કરીને કેજરીવાલે મને ‘મહાઠગ’ કહ્યો, તો હું તમને પૂછીશ કે જો તમારા મતે હું મહા ઠગ છું તો તમે મારી પાસેથી 50 કરોડ કેમ લીધા અને મને રાજ્યસભાની સીટ ઓફર કેમ કરી? તો શું તમે મહાઠગ નથી? તમે કર્ણાટક અને તમિલનાડુમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકે તેવા 30 લોકોને લાવવા માટે 500 કરોડ રૂપિયા એકઠા કરવા સતેન્દ્ર જૈન સાથે મારી ડિનર પાર્ટીમાં શા માટે હાજરી આપી અને ત્યાં જ તમારી સૂચના પર 50 કરોડનો સોદો થયો.
સુકેશે આ પહેલા AAP નેતા અને દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેણે ‘પ્રોટેક્શન મની’ તરીકે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. સુકેશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને લખેલા પત્રમાં કહ્યું હતું કે તે જૈનને 2015થી ઓળખે છે.
આ પછી હવે તેણે ફરી AAPના વડા પર આરોપ લગાવ્યો છે, જેના કારણે AAPની મુસીબતો વધી ગઈ છે.
‘કેજરીવાલે 50 કરોડ લીધા હતા, રાજ્યસભાની સીટ ઓફર કરી હતી’ ઠગ સુકેશ ચંદ્રશેખરનો ચોંકાવનારો ખુલાસો
RELATED ARTICLES