ગુજરાતના વેપારીઓ માટે કેજરીવાલે ખોલ્યો વાયદાઓનો પિટારો, આપશે પાંચ ગેરેન્ટી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે વેપારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાતમાં અમારી સરકાર બને તો વેપારીઓ માટે સરળ કાયદાઓ હશે. વેપારીઓના પૈસા ફસાય ત્યારે તેમને ખૂબ જ પરેશાની થાય છે. કોમોડિટીઝ એક્સચેન્જમાં ખૂબ જ હાલાકી પડે છે. હું ગુજરાતના વેપારીઓને પાંચ ગેરેન્ટી આપી રહ્યો છું. જો આ ગેરેન્ટી પૂરી ન કરી શકું તો વોટ માંગવા નહીં આવું. અન્ય પાર્ટીઓને ફક્ત ચૂંટણી નજીક આવે ત્યારે વેપારીઓ યાદ આવે છે, કારણ કે તેમને ડોનેશનની ઉઘરાણી કરવાની હોય છે. જોકે, હું તમારા પાસેથી ડોનેશન લેવા નહીં આવ્યો, ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવા આવ્યો છે. જો ગુજરાતમાં અમારી સરકાર બને તો આપ કહેશો એ અમે કરીશું, કારણ કે સમસ્યા તમને ખબર હોય છે, ઓફિસમાં બેઠેલા અધિકારીઓને નહીં. દિલ્હીમાં કહેવામાં આવતું હતું કે વેપારી વર્ગ ભાજપની વોટ બેંક છે, પરંતુ શું ક્યારેય ભાજપે તમારી વાતો બેસીને સાંભળી છે ખરી?

કેજરીવાલે આપી પાંચ ગેરેન્ટી

વેપારીઓને સન્માન આપવામાં આવશે. દેશમાં એવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે કે લોકો વેપારીઓને ચોર તરીકે જુએ છે.
રેડ રાજ બંધ થશે. દિલ્હીમાં પણ અમે આવું કર્યું. દિલ્હીમાં ડોર સ્ટેપ ડિલીવરી શરૂ કરીને ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો. 1076 આ નંબર પર ફોન કરવામાં આવે તો ઘરે બેઠા બધા કામ થઈ જાય છે. પંજાબમાં શરૂ કરીશું પછી ગુજરાતમાં
વેટ એમનેસ્ટી સ્કીમ લાવવામાં આવશે, જેથી તમામ કેસ ખતમ થશે.
કોઈ એક પક્ષ દ્વારા ફેલાવવામાં આવેલા ડરને ખતમ કરીશું
વેપારીઓની ભાગીદારી માટે એક બોડી બનાવવામાં આવશે. આપ સૌથી સલાહ સરકાર માનશે.

2 thoughts on “ગુજરાતના વેપારીઓ માટે કેજરીવાલે ખોલ્યો વાયદાઓનો પિટારો, આપશે પાંચ ગેરેન્ટી

  1. Kejariwal changed the law pertaining to alcohol sale in Delhi. Govt owned alcohol shops also slipped into private hands and number of shop swelled from 250 to more than 800! When the policy-change was challenged he said that after two months the alcohol sale laws will revert back to the earlier law–the new law will be scrapped. He was forced to do this due to the hue and cry was being raised about corruption. Now for businessmen the question is this: if the number of such shopkeepers is going to shrink back, what would happen to the newcomers? Implicitly what is being said is this: there were corrupt practices were involved (read: bribes were paid). Even if one were to overlook this accusation, what about all the expenses that the newcomers incurred. This flipflop will certainly cost them dearly. People of Gujarat should warned about Kejariwal’s half-baked policies. His freebies will cost them dearly!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.