મુંબઈ: કેન્દ્ર સરકારના વટહુકમ સામે વિપક્ષને એકત્ર કરવાના અભિયાનના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ (આમ આદમી પાર્ટી)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત (સંજય રાઉત) સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માન , AAP સાંસદ સંજય સિંહ, રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અન્ય આપના અન્ય નેતાઓ પણ તેમની સાથે હાજર છે. શિવસેના વતી શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સાંસદ અરવિંદ સાવંત, સાંસદ સંજય રાઉત, શિવસેનાના નેતાઓ અનિલ દેસાઈ, સુભાષ દેસાઈ, વિનાયક રાઉત પણ બેઠક દરમિયાન હાજર રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દિલ્હીના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને કેન્દ્ર સરકારના વટહુકમનો વિરોધ કરવા અંગે કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરશે. તેની સાથે પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનરજીની જેમ શિવસેનાનું સમર્થન આપે એવું જણાવાયું હતું . જોકે તેઓ આવતીકાલે શરદ પવારને મળશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે ૧૯મી મેના દિલ્હીમાં કેન્દ્ર દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યા બાદ આપ અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની વચ્ચે રાજકીય ખેંચતાણ ચરમસીમાએ છે. આપ નેતાઓએ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો સંકેત આપ્યો છે. આપના એક નેતાએ અગિયારમી જૂને દિલ્હીના રામલીલા મેદાનમાં ભવ્ય રેલી યોજવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ આપ સરકારની કામગીરી અને ભ્રષ્ટાચાર સામે ભાજપનો વિરોધ યથાવત છે. તે જ સમયે, આના વિરોધમાં તમામ વિરોધ પક્ષોને એક મંચ પર લાવવાના અભિયાનના ભાગરૂપે સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હીની બહાર છે. આ ઉપક્રમ હેથળ આજે તેઓ આજે શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી છે અને આવતીકાલે તેઓ એનસીપી પ્રમુખ શરદ પવારને મળશે. જોકે આપ અને ભાજપ વચ્ચેનું ઘર્ષણ વધી રહ્યું છે, જેમાં આગામી દિવસોમાં રાજકીય સ્તરે તેની મોટી અસર જોવા મળી શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.