બીજેપી નેતા અને સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એકવાર સાંપ્રદાયિક હિંસા ઉશ્કેરતું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુઓને તેમના પર અને તેમની ગરિમા પર હુમલો કરનારાઓને જવાબ આપવાનો અધિકાર છે. તેમણે હિંદુ સમુદાયના લોકોને ઘરમાં હથિયાર રાખવાની સલાહ આપી, કંઇ નહી તો ઘરની છરીઓની ધાર તેજ કરાવવા સલાહ આપી હતી.
‘હિન્દુ જાગરણ વેદિકા’ સંસ્થાના વાર્ષિક સમારોહમાં પ્રજ્ઞા ઠાકુરે આ વિવાદિત વાત કહી હતી. તેમણે કહ્યું, ‘તેઓની પાસે લવ જેહાદની જેહાદી પરંપરા છે, જો તેઓ કંઈ ન કરી શકે તો તેઓ લવ જેહાદ કરે છે. જો તેઓ પ્રેમ કરે તો પણ તેમાં જેહાદ કરે છે. આપણે (હિંદુઓ) પણ ભગવાનને પ્રેમ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, એક સાધુ તેના ભગવાનને પ્રેમ કરે છે. તમારી છોકરીઓની રક્ષા કરો, તેમને યોગ્ય મૂલ્યો શીખવો.’
Terror case-accused @BJP4India MP from Bhopal Pragya Singh Thakur calls for killing of Muslims during her speech in Karnataka on Sunday during Hindu Jagarana Vedike’s event. “Keep weapons at home. Keep them sharp. If veggies can be cut well, so can the enemy’s head,” she says. pic.twitter.com/AoDgOpNbXv
— Anusha Ravi Sood (@anusharavi10) December 26, 2022
“>
તેમણે વાલીઓને સલાહ આપી કે તેઓ તેમના બાળકોને મિશનરી સંસ્થાઓમાં ન મોકલે. કહ્યું, આમ કરવાથી તમે તમારા માટે જ વૃદ્ધાશ્રમના દરવાજા ખોલી દેશો. મિશનરી સંસ્થાઓમાં બાળકોને ભણાવીને બાળકો તમારા અને તમારી સંસ્કૃતિના નહીં રહે. બાળકો વૃદ્ધાશ્રમની સંસ્કૃતિમાં મોટા થશે અને સ્વાર્થી બનશે. તમારા ઘરે પૂજા કરો, તમારા ધર્મ અને શાસ્ત્રો વિશે વાંચો અને તમારા બાળકોને તેમના વિશે જણાવો જેથી બાળકો આપણી સંસ્કૃતિ અને મૂલ્યો જાણી શકે.