શુક્રવારે જ રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને સેન્ટ્રલ બેંકની જાહેરાત બાદથી તો નાગરિકોમાં મૂંઝવણ ઔર વધી ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને પરસ્પર વાતચીત સુધી અનેક પ્રકારની અફવાઓથી બજાર એકદમ ગરમ છે. દરમિયાન આરબીઆઈ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નોટ બદલવા માટે કોઈ પણ પ્રકારના આઈડી આપવાની કે ફોર્મ ભરવાની જરૂર નથી. જોકે, આ પછી પણ 2000 રૂપિયાની નોટ માટે તમને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આવે શકે છે, આવો જાણીએ કઈ રીતે…
સૌપ્રથમ તો વાત કરીએ એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સ વિશે. તમે કોઈપણ નજીકની બેંક શાખામાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકો છો અથવા તેને તમારા બેંક ખાતામાં જમા કરાવી શકો છો. આ માટે રિઝર્વ બેંકે લોકોને 30મી સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે કરન્સી એક્સચેન્જના કિસ્સામાં એક વખત માટે 10 નોટોની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. આનો અર્થ એ છે કે તમે એક સમયે મહત્તમ 20 હજાર રૂપિયાની 2000 રૂપિયાની નોટ બદલી શકો છો. જો કે, જો તમે તેને તમારા ખાતામાં જમા કરો છો, તો તેની કોઈ મર્યાદા નથી નક્કી કરવામાં આવી.
જે લોકોની પાસે ઘણી બધી રોકડ પડેલી હોય તેમને જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એક જ સમયે વધુમાં વધુ 10 નોટો જ બદલી શકાતી હોવાને કારણે મોટી સંખ્યામાં નોટોને હેન્ડલ કરવા માટે તેમને બેંક ખાતામાં જમા કરાવવો એ જ એક અનુકૂળ વિકલ્પ છે, કારણ કે રિઝર્વ બેંકે આ માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી. જોકે, આ બાબતે ટેક્સ નિષ્ણાતો લોકોને ચેતવણી પણ આપી રહ્યા છે.
જો તમારી પાસે પણ ઘરમાં 2000 રૂપિયાની નોટોના રૂપમાં પુષ્કળ રોકડ છે, તો તેને તમારા બેંક ખાતામાં જમા કરાવતાં પહેલાં, તમારે આ બાબતના દસ્તાવેજો અને જૂથોને સારી રીતે જાળવી રાખવા જોઈએ, જેના આધારે તમે જરૂર પડ્યે તેને સાબિત કરી શકો. પૈસાનો સ્ત્રોત છે, એટલે કે તમને 2000 રૂપિયાની આટલી બધી નોટો ક્યાંથી મળી?