ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા પર રોક લગાવી દીધી છે. તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને જિલ્લા પ્રશાસને આ નિર્ણય લીધો છે.
દરમિયાન રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને કહ્યું છે કે કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ટાળવા સોનપ્રયાગમાં ભારે ભાર વરસાદ વચ્ચે કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે.
જિલ્લા પ્રશાસને તીર્થયાત્રીઓને અપીલ કરી છે કે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ રસ્તા બંધ થઇ ગયા છે. એવામાં જે લોકો જયાં છે ત્યાં જ રોકાય. વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયુ છે. એટલે હાઇવે પર પ્રવાસ કરવાનું જોખમી છે.
