ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શોમાં હવે બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર જોવા મળશે. મહત્ત્વની વાત એ છે કે આ ત્રણેય કલાકારો ફોનભૂત’માં સાથે કામ કરી રહ્યા છે, જે ચાર નવેમ્બરે રિલીઝ થશે. કરને આ ત્રણેય કલાકારો સાથે મસ્તી કરી હતી. દરમિયાન કરને કેટરિનાને આલિયા ભટ્ટની કમેન્ટ અંગે સવાલ કર્યો હતો. કરને કેટરિનાને સુહાગરાત અંગે સવાલ કર્યો ત્યારે વળતા જવાબમાં તેણે જણાવ્યું હતું કે, સુહાગરાત જ કેમ સુહાગદિન કેમ ન હોઈ શકે? કેટરિનાનો જવાબ સાંભળીને સિદ્ધાંત અને ઈશાન નવાઈમાં મુકાઈ ગયા હતાં. નોંધનીય છે કે અગાઉ આલિયા ભટ્ટે કહ્યું હતું કે, સુહાગરાત જેવું કંઈ જ હોતું નથી, કારણ કે વરરાજા ને દુલ્હન થાકી ગયા હોય છે.

Google search engine