વિકી કેટરિનાને મળી જાનથી મારી નાંખવની ધમકી! વિકીએ કરી મુંબઈ પોલીસને ફરિયાદ

આમચી મુંબઈ ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર વિકી કૌશલ અવે કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આદિત્ય રાજપૂત નામની વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

 

મુંબઈ પોલીસની સાયબર બ્રાન્ચે આરોપીની ઓળખ કરી લીધી છે. જાણવા મળ્યું છે કે તે કેટરિના કૈફને સ્ટોક કરતો હતો અને તેની પોસ્ટ પર અશ્લીલ કમેન્ટ્સ કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિકી અને કેટરિનાએ ગયા વર્ષે નવમી ડિસેમ્બરના રોજ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં તાજેતરમાં આ કપલ નજીકના મિત્રો સાથે કેટરિનાનો બર્થડે ઉજવવા માલદિવ્સ ગયા હતાં.

આવું પહેલી વાર નથી થયું કે કોઈ બોલીવૂડ સ્ટારને જાનથી મારી નાંખવાની ધમકી મળી હોય. કેટલાક દિવસ પહેલા સલમાન ખાનને પણ એક પત્ર દ્વારા મારી નાંખવાની ધમકી મળી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.