જાણો IPLની ઓપનિંગ સેરેમની ક્યાં, ક્યારે અને કયા સમયે યોજાશે…
પાંચ વર્ષ બાદ IPLની ઓપનિંગ સેરેમની યોજાશે. પરંતુ ઉદઘાટન સમારોહ ક્યારે, ક્યાં અને કયા સમયે યોજાશે તેની માહિતી હવે સામે આવી છે. આઈપીએલની ઓપનિંગ સેરેમની વર્ષ 2018માં યોજાઈ હતી. જે બાદ છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર IPLની ઓપનિંગ સેરેમની યોજાઈ રહી છે. તેથી ચાહકો માટે આ સમારોહનું મહત્વ ખૂબ જ વિશેષ છે. આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે. IPLના ચાહકો આ થ્રિલર જોવા આતુર છે. આ વખતે IPLની ઓપનિંગ સેરેમનીમાં રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે. આ બંનેની સાથે ટાઈગર શ્રોફ અને કેટરીના કૈફ પણ આ ઈવેન્ટમાં ભાગ લેશે. આ સાથે જ અરિજિત સિંહ પણ ઓપનિંગ સેરેમનીમાં પોતાની કળા રજૂ કરવાના છે. હાલમાં આ પાંચ લોકોના જ નામ સામે આવ્યા છે.
IPLની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે થશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. પરંતુ તે પહેલા ઉદઘાટન સમારોહ યોજાશે. તે 31 માર્ચે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ કાર્યક્રમ સાંજે સાડા છ વાગ્યે શરૂ થશે તેવું જાણવા મળ્યું છે. તેથી IPLની પ્રથમ મેચ શરૂ થાય તે પહેલા આ જ ગ્રાઉન્ડ પર ઓપનિંગ સેરેમની યોજાશે. ઓપનિંગ સેરેમની બાદ 15 મિનિટનો બ્રેક લેવામાં આવશે અને ત્યારબાદ પ્રથમ મેચ શરૂ થશે. તેથી હવે ચાહકોને પાંચ વર્ષ પછી IPLની ઓપનિંગ સેરેમની જોવા મળશે. IPL સેરેમનીમાં દરેક વખતે બોલિવૂડ સ્ટાર્સ પોતાની કળાનું પ્રદર્શન કરે છે. આ વખતે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલા આ ઝાકઝમાળભર્યો કાર્યક્રમ યોજાશે.