લગ્ન પછી પતિ સાથે બર્થડે મનાવવા આ રોમાન્ટિક ડેસ્ટિનેશન પર પહોંચી કેટરિના

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો આજે એટલે કે 16 જુલાઈના રોજ 39મો જન્મદિવસ છે. લગ્ન પછી કેટનો આ પહેલો જન્મદિવસ છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર 15 જુલાઈના દિવસે તે પતિ વિકી કૌશલ સાથે માલદીવ્સ જવા નીકળી હતી અને ત્યાં વિકી કેટરિના માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરી રહ્યો છે, જેમાં બોલીવૂડના ઘણા સિતારાઓ જોવા મળશે. કેટરીનાના બર્થડે સેલિબ્રેશનમાં અભિનેતા વિક્કી કૌશલના ભાઈ સની કૌશલ અને અભિનેત્રી શરવરી વાઘ પણ જોવા મળશે. સની અને શરવરી એક્ બીજાને ડેટ કરી રહ્યા છે. આ સિવાય આ સેલિબ્રેશનમાં કબીર ખાન અને મીની માથુર પણ જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.