ટીવી રિયાલિટી શો બિગબોસ ફેમ કાશ્મીરા શાહે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવી છે. કાશ્મીરા અને કૃષ્ણા અભિષેકના પ્રેમસંબંધો પણ અવારનવાર વિવાદોમાં રહ્યા હતાં. જોકે, બંનેની લવ સ્ટોરી ઘણી મજેદાર છે. ફિલ્મોમાં બિન્ધાસ્ત અંદાજ દર્શાવતી કાશ્મીરા વિશે ઘણા લોકોને ઓછી ખભર છે કે તેના કૃષ્ણા સાથે બીજા લગ્ન છે. પહેલા લગ્ન અમેરિકાના બેંકર બ્રેડ લિસ્ટરમેન સાથે થયા હતાં, પરંતુ તેમના સંબંધો વધુ ટકી શક્યા નહીં. લગ્નના છ વર્ષ બાદ તેમણે એકબીજાથી છુટા પડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ કાશ્મીરા કૃષ્ણાના પ્રેમમાં પડી હતી. બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતાં. કાશ્મીરા અને કૃષ્ણાએ પોતાના પરિવારને જણાવ્યા વગર સિક્રેટ લગ્ન કર્યા હતાં. કૃષ્ણા કાશ્મીરા કરતાં 12 વર્ષ નાનો છે. એક ઈન્ટરવ્યૂમાં કાશ્મીરાએ જણાવ્યું હતું કે તે બાળક માટે અમે ઘણા પ્રયત્નો કર્યા હતાં. બધી રીતે હારી ગયા બાદ અમે સેરોગેસીનો સહારો લીધો હતો અને વર્ષ 2017માં મને માં બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.