કાશ્મીરમાં ‘બહાર’ના લોકોના મતાધિકારનો નવ પક્ષનો વિરોધ

દેશ વિદેશ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકોનો મતદારયાદીમાં સમાવેશ અસ્વીકાર્ય છે અને કોઈપણ સંજોગોમાં કોેર્ટમાં તેનો વિરોધ કરવામાં આવશે, એમ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાએ સોમવારે કહ્યું હતું. ફારુખ અબ્દુલ્લાના વડપણ હેઠળ આ મુદ્દે ચર્ચાવિચારણા કરવા સોમવારે બેઠક યોજાઈ હતી. આ નિર્ણયને કારણે જમ્મુ-કાશ્મીરની ઓળખ છીનવાઈ જશે એમ જણાવતાં અબ્દુલ્લાએ કહ્યું હતું કે બહારના લોકોને મતાધિકાર આપવાના વિરુદ્ધમાં અમે એકજૂટ છીએ.
રાજ્યની ઓળખનો અંત આવવાની નજીક છે. કાશ્મીરમાં વસતા ડોગરા, કાશ્મીરી પહારી, ગુર્જર, શીખ લોકો તેમની ઓળખ ગુમાવી દેશે. વિધાનસભા બહારના લોકોના હાથમાં હશે. અમે બધા જ આની વિરુદ્ધમાં છીએ અને આ બાબત સ્વીકારવા તૈયાર નથી. બેઠકમાં નેશનલ કોન્ફરન્સ, કૉંગ્રેસ, પીડીપી, અવામી નેશનલ કોન્ફરન્સ (એએનસી), શિવસેના, સામ્યવાદી પક્ષ, માર્ક્સવાદી પક્ષ, જનતા દળ અને અકાલી દળ (માન)એ હાજરી આપી હતી. જોકે, સજ્જાદ લોનના વડપણ હેઠળની પીપલ્સ કોન્ફરન્સ અને અલ્તાફ બુખારની અપના પાર્ટી બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.