Homeઆપણું ગુજરાતકચ્છમાં કાશ્મીરી ઠંડી: રણ વિસ્તારમાં બરફની ચાદર છવાઇ

કચ્છમાં કાશ્મીરી ઠંડી: રણ વિસ્તારમાં બરફની ચાદર છવાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પાકિસ્તાનના સીમાડાને અડકીને આવેલા કચ્છ અને બનાસકાંઠાના રણ વિસ્તારો પર રવિવારે દાયકાની સૌથી વધુ કાતિલ ઠંડીએ જનજીવનને મૂર્છિત કરી નાખ્યું છે અને કચ્છના અબડાસા, નખત્રાણા, રાપર અને પાડોશી બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઇ હતી. જયારે કેટલાક સ્થળોએ વાહનો અને મકાનોના છાપરાં પર આછા બરફની ચાદર ફેલાઈ જતાં આ વિસ્તારના લોકોને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના વિસ્તારો જેવાં શિયાળાનો અનુભવ થવા પામ્યો છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે રવિવારે લઘુતમ તાપમાનનો આંક ગગડીને ૧ ડિગ્રીની નજીક પહોંચતાં ખૌફનાક ઠંડીએ જનજીવનને ‘ઠાર’ કરી નાખ્યું છે. કચ્છના સરહદી ગામોમાં કેટલાક સ્થળોએ તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી જતાં સંખ્યાબંધ પક્ષીઓ થીજી ગયાં હતાં અને ઉડતાં ઉડતાં બરફના ગોળા બની જમીન પર પડવા લાગતાં લોકોમાં અરેરાટી ફેલાઈ હતી.
અબડાસા તાલુકાના નલિયા ઉપરાંત ભવાનીપર, વાયોર, મોટી બેર, બીટ્ટા, તેરા, કંકાવતી જેવાં સ્થળોએ ખેતરોમાં જમીન પર આછા બરફનું આવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ ભુજ ખાતે પણ લઘુતમ તાપમાન ૭.૬ ડિગ્રીની આસપાસ નોંધાતાં બત્રીસી કડકડાવતી ઠંડીનો અનુભવ લોકો કરી
રહ્યા છે.
બીજી બાજુ મુંબઈથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ભુજ આવેલા એક મૂળ કચ્છવાસીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછી ઠંડી પડે છે પરંતુ ગુજરાતની સરહદ શરૂ થતાં જ ઠંડીએ ટ્રેનને જાણે કોલ્ડ સ્ટોરેજમાં ફેરવી દીધી હોય તેવી અનુભૂતિ મુસાફરોને થવા લાગી હતી અને કચ્છમાં પ્રવેશતાંની સાથે જ તો જાણે ઠંડીએ તેના તમામ વિક્રમો તોડી નાખ્યા હોય તેવી અનુભૂતિ ટ્રેનમાં ઉતારુઓને થઇ હતી.
દરમ્યાન ભારે ઠંડીના મોજાંને લઈને રાજ્ય પરિવહનની એસ.ટી બસોમાં ઉતારુઓની સંખ્યા ખૂબ ઓછી રહેવા પામી હતી, આ ઉપરાંત ભુજ, રાપર, નલિયા, અંજાર, નખત્રાણા જેવાં શહેરોમાં ભરબપોરે પણ રસ્તાઓ અને શેરીઓ પર જાણે સંચારબંધી લદાઈ હોય તેવો માહોલ ખડો થવા
પામ્યો છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular