Homeઆમચી મુંબઈઆસનગાંવ સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનનું એન્જિન ડિરેઇલ થયું અને...

આસનગાંવ સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનનું એન્જિન ડિરેઇલ થયું અને…

મુંબઈ: મધ્ય રેલવેના આસનગાંવ સ્ટેશન પર ગુરૂવારે સવારે ધસારાના સમયે કાશી એક્સપ્રેસનું એન્જિન ડિરેઈલ થઈ જતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. ડિરેઈલમેન્ટ બાદ ટ્રેનને આટગાંવ સ્ટેશન પર લૂપ ખાતે રવાના કરવામાં આવી હતી. પરિણામે પ્રવાસીઓને રેલ્વે ટ્રેક પર ચાલીને આસનગાંવ સ્ટેશન પહોંચવાની ફરજ પડી હતી. મળી રહેલી માહિતી અનુસાર આ ડિરેઈલમેન્ટને કારણે કલ્યાણ અને કસારા વચ્ચેનો ટ્રેનવ્યવહાર 10 થી 15 મિનિટ સુધી મોડો થઈ રહ્યો છે.
બુધવારે એટલે કે ગઇકાલે પણ ગુડ્સ ટ્રેન ખોટકાતા આસનગાંવથી કસારા વચ્ચે આશરે એક કલાક સુધી ટ્રેન બંધ રહ્યો હતો.
ગુરૂવારે સવારે થયેલી આ ઘટનાને કારણે પ્રવાસીઓને ઓફિસ પહોંચવામાં મોડું થયું હતું. છેલ્લાં કેટલાક દિવસથી કસારા લાઈન પર કોઈને કોઈ કારણસર ટ્રેન વ્યવહાર ખોરવાતો જ હોય છે જેને કારણે પ્રવાસીઓએ હાલાકી ભોગવવી પડે છે. હવે જોવાનું એ છે કે રેલવે પ્રશાસન પ્રવાસીઓની હાલાકીને ધ્યાનમાં લઈને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શું પગલાં ભરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular