કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલભૂલૈયા-2એ બૉક્સઑફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા. હવે ફરી એક વાર તેઓ નવી ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. કિયારાના જન્મદિવસ પર કાર્તિકે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. આ સાથે જ તેણે ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હોવાની જાણકારી પણ આપી હતી. પહેલા આ ફિલ્મનું નામ ‘સત્યનારાયણ કી કથા’ હતું. હવે આ ફિલ્મનું નામ બદલીને ‘સત્યપ્રેમ કી કથા’ કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં આર્યનનું નામ સત્યપ્રેમ છે અને તેની લેડી લવનું નામ કથા છે. ફિલ્મને એના જૂના નામને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
રવિવારે કિયારાનો જન્મદિવસ હતો. આ પ્રસંગે કાર્તિકે સોશિયલ મીડિયા પર બંનેની એક તસવીર પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું. ‘હેપ્પી બર્થ ડે કથા, તારો સત્યપ્રેમ’ એ પોસ્ટ પર કમેન્ટ કરતા ફિલ્મના ડિરેક્ટર સમીર વિદ્વાંસે લખ્યું, ‘મારા સત્યપ્રેમ અને કથા.’
Happy Birthday Katha !!
Tumhaara SatyaPrem ❤️#SatyapremKiKatha @advani_kiara ❤️ pic.twitter.com/t4i8I8eOIM— Kartik Aaryan (@TheAaryanKartik) July 31, 2022