કર્ણાટક: યાદગીરીમાં ટીપુ સુલતાન-સાવરકરના નામ પર તણાવ, કલમ 144 લાગુ

27

કર્ણાટકના યાદગીરી જિલ્લામાં એક સર્કલનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાને લઈને હોબાળો થયો છે. હિંદુત્વવાદી સંગઠનોએ તેનું નામ બદલીને સાવરકર સર્કલ રાખવાની માંગ કરી રહ્યા છે અને પ્રદર્શનની ચેતવણી આપી હતી, જેના પછી સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જાઈ છે.
સ્થિતિ વણસતી જોઈને એડિશનલ કમિશનરે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. આ સાથે જ ભારે પોલીસ બંદોબસ્ત પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. તેમણે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.
હિન્દુત્વ વાદી સંગઠન જય છત્રપતિ શિવાજી સેનાએ ટીપુ સર્કલનું ગેરકાયદેસર નામકરણ થયું હોવાનો આરોપ લગાવ્યો છ અને વિરોધ કરવાની ચીમકી આપી હતી. સંગઠને જણાવ્યું હતું કે, જો સર્કલનું નામ બદલવામાં નહીં આવે ગાંધીચોકથી સંગઠન આંદોલન શરૂ કરશે. ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને સર્કલ પર ટીપું સુલતાનના નામની નેમ પ્લેટને હટાવવી જોઈએ.
સંગઠને દાવો કર્યો હતો કે સર્કલનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવું એ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે અને શહેરના પ્રસાશને તેને બદલવા માટે કોઈ પગલાં લીધાં નથી. 1996માં હટ્ટિકુની રોડ પરના જંકશનનું નામ મોહમ્મદ અબ્દુલ કલામ આઝાદ સર્કલ તરીકે રાખવામાં આવ્યું હતું, પરંતુ 2010માં નાગરિક સંસ્થા દ્વારા સર્વસંમતિથી તેનું નામ ટીપુ સુલતાન સર્કલ રાખવામાં આવ્યું હતું. હાલમાં જ ત્યાં ટીપુ સુલતાનનું પોસ્ટર અને ધ્વજ પણ લગાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!