Homeટોપ ન્યૂઝપીએમ મોદીની તસવીરને કિસ કરીને ખેડૂતે કહ્યુંઃ તમે દુનિયા જીતી લેશો, વીડિયો...

પીએમ મોદીની તસવીરને કિસ કરીને ખેડૂતે કહ્યુંઃ તમે દુનિયા જીતી લેશો, વીડિયો વાઈરલ

બેંગલુરુઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી સાથે આ વર્ષે અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકારણમાં અત્યારથી ગરમાવો આવ્યો છે, જેમાં ગઈકાલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યા પછી રાજકારણ વધુ ગરમાયું હતું અને એની વચ્ચે ખેડૂતે પીએમ મોદીની તસવીરને કિસ કરતો વીડિયો જોરદાર વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોમાં પણ જોવા મળે છે, જે વડા પ્રધાન સાથે વાતો કરે છે અને બોલે છે તમે દુનિયા જીતી લેશો.

વિગતે વાત કરીએ તો હજુ ગઈકાલે જ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યના રાજકીય માહોલમાં પણ જોરદાર ગરમાવો આવી ગયો હતો અને એની વચ્ચે એક ભાવુક ખેડૂત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પર હાથ ફેરવતા કહે છે કે મને એક હજાર રૂપિયા મળતા હતા પણ તમે ૫૦૦ રૂપિયા વધારે અપાવ્યા. તમે અમારા આરોગ્ય માટે પાંચ લાખ રૂપિયા અપાવવાની જોગવાઈ કરી. ખરેખર તમે દુનિયા જીતી લેશો એવું ખેડૂતે જણાવ્યું હતું.

ખેડૂતના વાયરલ થયેલા વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં મોહનદાસ કામથ નામના યુઝરે ખેડૂતનો વીડિયો શેર કર્યો છે. તેને પીએમ મોદીને પણ ટેગ કર્યા છે. તેના પર યુઝર્સે તેને પીએમ મોદી માટે સામાન્ય લોકોનો પ્રેમ ગણાવ્યો છે. ચંદ્રુ ડીએલ નામના યુઝરે લખ્યું, ‘મારું મન સ્પષ્ટતાથી ભરાઈ ગયું… પીએમ મોદી એક સામાન્ય નાગરિકના હૃદયમાં છે. સત્યનારાયણ નામના અન્ય એક યુઝરે લખ્યું હતું કે એ સાચું છે કે વડા પ્રધાન મોદીના રૂપમાં આપણને એક મહાન નેતા મળ્યા છે પણ આપણે નેતાઓના વિકાસ પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આપણે એક નેતા પર નિર્ભર નથી રહી શકતા.

અહીં એ જણાવવાનું કે ગઈકાલે જ ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યમાં 10 મેના રોજ મતદાન થવાનું છે. તેનું પરિણામ 13 મેના રોજ આવશે. રાજ્યમાં 224 વિધાનસભાની બેઠક છે. અત્યારે કર્ણાટકમાં ભાજપની સરકાર છે. જોકે, ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં કુલ 5.21 કરોડ મતદાર છે, જેમાં તેમાંથી 2.59 કરોડ મહિલા અને 2.62 કરોડ પુરુષ મતદાર છે. કર્ણાટક રાજ્યમાં કુલ 9.17 લાખ મતદાર હશે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. તેમની ઉંમર અઢારથી 19 વર્ષની વચ્ચેની છે, એમ ચૂંટણી પંચે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -