મુંબઈઃ મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ અત્યારે ચરમસીમા પર છે. બેલગામના હિરેબાગેવાડી નડજી કન્નડ રક્ષક વેદિકા સંગઠન દ્વારા મહારાષ્ટ્રની ગાડીઓની તોડફોડ કરવામાં આવી હતી, અને આ વિવાદ વધુ વકર્યો હતો. આટલું ઓછું હોય તેમ ત્યાર બાદ કર્ણાટક સરકારના ટુરિઝમના બેનર નાગપુરમાં લગાવવામાં આવતા મહારાષ્ટ્રમાં ધમાલ જોવા મળી. હજી તો આ બધુ તાજું જ છે ત્યાં હવે મુંબઈની લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસ પર કર્ણાટકની જાહેરાતના બેનર જોવા મળી રહ્યા છે.
રાષ્ટ્રવાદીના પ્રવક્તા રવિકાંત વરપેએ બેસ્ટની બસનો ફોટો ટ્વીટર પર પોસ્ટ કરીને આની માહિતી આપતા જણાવ્યું હતું કે એક તરફ મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ ચાલી રહ્યો છે ત્યારે નાગપુર બાદ બેસ્ટની બસ પર કર્ણાટક ટુરિઝમની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પગલાં પરથી શિંદે-ફડણવીસ સરકારનું બેવડું ધોરણ સ્પષ્ટ જોઈ શકાય છે.બેસ્ટની બસ પર જોવા મળેલી આ જાહેરાતને કારણે વિવાદમાં એક નવો ફણગો ફૂટ્યો છે.
एकीकडे महाराष्ट्र-कर्नाटक सीमावाद सुरु असताना दुसरीकडे मात्र नागपूर नंतर मुंबईतील बेस्ट वर कर्नाटक पर्यटनाची जाहिरात केली जात आहे. यावरून शिंदे-फडणवीस सरकारची दुटप्पी भूमिका स्पष्ट होते. @BJP4Maharashtra@mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/SMQc6ugHlY
— Ravikant Varpe रविकांत वरपे (@ravikantvarpe) December 14, 2022
એક તરફ મહારાષ્ટ્રમાંથી વિરોધ થઈ રહ્યો છે તો બીજી બાજું કર્ણાટક સરકારની જાહેરાતના પોસ્ટર અને બેનર મુંબઈમાં લગાવવામાં આવી રહ્યા છે. નાગપુરમાં લગાવવામાં આવેલા પોસ્ટર ઠાકરે જુથના કાર્યકર્તાઓ દ્વારા ફાડવામાં આવ્યા હતા, પણ હવે બસ પર લગાવવામાં આવેલ પોસ્ટરને કારણે નાગરિકોમાં નારાજગીનો સુર જોવા મળી રહ્યો છે.