ભારતના કર્ણાટક ખાતે ગેન્ગ રેપનો એક વિચિત્ર અને ગંભીર કેસ સામે આવી રહ્યો છે. ગુરુવારે આ ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસ પાસેથી મળી રહેલી માહિતી અનુસાર ચારેય આરોપીઓએ સગીર વયની પીડિતાને મોબાઈલ ફોન અપાવવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ તેને તેના પૈતૃક ઘરથી હુબલી બોલાવી હતી. હુબલીમાં આરોપી પીડિતાને બાઈક પર બેસાડીને સૂનસાન જગ્યા પર લઈ જઈને તેની સાથે ગેન્ગ રેપ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હોવાની માહિતી પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
આ ઘટના બાદ પીડિતાએ ખુદ ગોકુલા પોલીસ સ્ટેશન જઈને ઘટનામાં સામેલ આરોપીઓની સામે એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદમાં પીડિતાએ એવું પણ જણાવ્યું હતું કે બે આરોપી એને ઓળખતા હતા અને અન્ય એક આરોપીને તે બીજા એક મિત્રને કારણે તે ઓળખતી હતી. પીડિતાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે તેની સાથે બળાત્કાર કરનારા તમામ આરોપીઓને તે સરળતાથી ઓળખી લેશે, કારણ કે તે બધા આરોપીઓને ઓળખે છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પીડિતાને પહેલાં એક હોટેલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં આરોપીએ તેને તમાચો મારીને ચૂપ રહેવા માટે ધમકાવી હતી. ત્યાર બાદ આરોપીઓએ તેને આઉટ રિંગ રોડ પર લઈ ગયા હતા, જ્યાં તેમણે પીડિતા સાથે બળાત્કાર કર્યો હતો. બીજી બાજુ ગેંગરેપના મામલે ગોકુલા પોલીસ દ્વારા આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.